ગુજરાત
News of Wednesday, 29th August 2018

સુરતના વરાછામાં હિટ એન્ડ રન :રિક્ષાચાલકે મહિલા અને બાળકોને અડફેટે લીધા

 

સુરતના વરાછા વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી.રિક્ષા ચાલકે મહિલા અને બાળકોને અડફેટે લીધા હતા. જો કે બે મહિલાઓને અડફેટે લીધા બાદ અન્ય બે બાળકોને પણ રિક્ષા ચાલકે અડફેટે લીધા હતા

  રિક્ષા ચાલક નશાની હાલત હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. હિટ એન્ડ રનની ઘટનાને અંજામ આપી રિક્ષા ચાલક ફરાર થઇ ગયો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. અર્ચના સ્કૂલથી પર્વત પાટિયા રોડ પર ઘટના બની હતી.

(10:57 pm IST)