ગુજરાત
News of Wednesday, 29th August 2018

રાજ્યના આઠેય મહાનગરોના શહેરી વિકાસ સતામંડળોના અધ્યક્ષ પદે મ્યુનિસિપલ કમિશનર રહેશે :મુખ્યમંત્રી વિજયભાઈનો નિર્ણંય

અમદાવાદ :રાજ્યમાં આઠ મહાનગરોના શહેરી વિકાસ સત્તામંડળોના અધ્યક્ષ તરીકે મ્યુનિસિપલ કમિશનર રહેશે. મુખ્યપ્રધાન વિજયભાઈ  રૂપાણીએ રાજ્યના આઠ મહાનગરોના શહેરી વિકાસ સત્તામંડળોના અધ્યક્ષ તરીકે સંબંધિત મહાનગરોના કમિશનર નિમણૂક આપવાનો નિર્ણય કર્યો છે.

  હાલ મોટાભાગના સત્તામંડળોના અધ્યક્ષ તરીકે જે-તે જિલ્લાના કલેકટર કાર્યભાર સંભાળે છે જિલ્લા વહીવટીતંત્રના વડા તરીકે કલેકટર, મહેસૂલી કામગીરી સાથોસાથ રાજ્ય સરકારની અન્ય જનહિતલક્ષી કામગીરી તેમજ સેવા સેતુ પર વધુ ધ્યાન કેન્દ્રીત કરી શકે તે માટે સીએમે નિર્ણય લીધો છે.

  હવેથી અમદાવાદ ઔડા, વડોદરા વુડા, સુરત સુડા, રાજકોટ રૂડા, જામનગર જાડા, ભાવનગર બાડા, જૂનાગઢ જૂડા અને ગાંધીનગર ગુડાના શહેરી વિકાસ સત્તામંડળોના અધ્યક્ષ તરીકે મહાનગરોના મ્યુનિસિપલ કમિશનર કાર્ય કરશે.

 

(10:20 pm IST)