ગુજરાત
News of Wednesday, 29th August 2018

ગુજરાતમાં હજુય ભારે વરસાદની ચેતવણી....

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ

અમદાવાદ, તા.૨૫: ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ જારી રહ્યો છે. ઉત્તર ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં તથા દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ પડ્યો છે. મહેસાણા, દહેગામ, અરવલ્લી, સાબરકાંઠા સહિતના વિસ્તરોમાં ઉલ્લેખનીય વરસાદ થયો છે. બીજીબાજુ દક્ષિણ ગુજરાત ઉપર અપર એર સાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતિ પ્રવર્તી રહી છે.  સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં હળવો વરસાદ આજે પણ જારી રહ્યો હતો. અપર એયર સાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતિ દક્ષિણ રાજસ્થાન ઉપર બનેલી છે. જેના લીધે વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગ તરફથી હજુ પણ ભારે વરસાદ પડવાની ચેતવણી જારી કરાઈ છે. દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નવસારીમાં ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડી શકે છે. જેમાં ભાવનગર અને અમરેલીનો સમાવેશ થાય છે. મહિસાગર, દાહોદ, અરવલી, વલસાડમાં પણ કેટલીક જગ્યાઓએ ભારે વરસાદ થઈ શકે છે.

(10:02 pm IST)