ગુજરાત
News of Wednesday, 29th August 2018

સુરતના રાંદેરમાં હોસ્પિટલની નીચેની દુકાનોમાં આગ ભભૂકી :ફાયર ફાયટરની બે ગાડીઓ સહિતનો કાફલો પહોંચ્યો

સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી લાઈફ લાઇન હોસ્પિટલની નીચેની દુકાનોમા આગ લાગી હતી. દુકાનમાં આગ લાગતા લોકોમાં ભાગદોડ દોડ મચી ગઇ હતી. આગના કારણે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ઉડ્યા હતા.

  ઘટનાની જાણ સુરત ફાયરને કરવામા આવી હતી. ત્યારબાદ ફાયરની બે ગાડીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.અને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.

(8:51 pm IST)