વિસનગરમાં સેફટી કર્મચારીની ટીમે 3568 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી તપાસ હાથ ધરી
વિસનગર:માં શંકાસ્પદ તેલ-ઘી નો જથ્થો સીઝ કરાયો હતો તેમાં ફ્રુડ એન્ડ સેફટી વિભાગની કામગીરી શંકાસ્પદ જણાઈ હતી. બે અલગ અલગ ગોડાઉનમાં જથ્થો હતો. ત્યારે સવારથી રેડ કરી તેમાં એક ગોડાઉનમાં તપાસ કરી હતી. જયારે સાંજના સમયે બીજુ ગોડાઉન ખોલી તપાસ કરતા આ ગોડાઉનમાંથી મોટો જથ્થો જોવા મળ્યો હતો.
વિસનગરમાં પાલડી ત્રણ રસ્તા પાસે આવેલા ગોડાઉનમાં તેલ અને ઘીમાં ભેળસેળ કરી પેકીગ થતુ હોવાની બાતમી આધારે જિલ્લા ફુડ એન્ડ સેફટી વિભાગની ટીમે રેડ કરી હતી. જેમાં મૌસમ, કુશ અને ટેસ્ટી બ્રાન્ડના ઘી અને તેલનો શંકાસ્પદ જથ્થો પકડતા ભેળસેળ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. ફુડ એન્ડ સેફટી વિભાગે કુલ ૩પ૬૮ કિલોનો રૂ.ર,૭૪,પ૮૬ નો જથ્થો સીઝ કર્યો છે. જેના સેમ્પલો લઈ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.