ગુજરાત
News of Wednesday, 29th August 2018

ગાંધીનગર સે-24માં દબાણ હટાવ ઝુંબેશ હેઠળ વધુ 20 દબાણો તોડ્યા

ગાંધીનગર: શહેરમાં રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ પ્રવૃતિ કરવાની સાથે દબાણો પણ કરી દેવાયા છે ત્યારે ગઈકાલથી શહેરના સે-ર૪માં મોટા પાયે દબાણ હટાવ ઝુંબેશ કોર્પોરેશને શરૃ કરી છે જે આજે સવારથી જ યથાવત રહેવા પામી હતી. આજે વધુ ર૦ જેટલા પાકા બાંધકામોને તોડી દેવામાં આવ્યા હતા. દબાણ હટાવ ઝુંબેશનો સ્થાનિકો દ્વારા વિરોધ કરીને દબાણ ટીમ સાથે ઘર્ષણ પણ કરવામાં આવી રહયું હતું પરંતુ આ ટીમોએ કામગીરી ચાલુ જ રાખી હતી.  

ગાંધીનગર શહેરની રચના કરવામાં આવી ત્યારે શહેરમાં રહેણાંક અને કોમર્શિયલ વિસ્તાર અલગ અલગ રાખવામાં આવ્યો હતો. તેમાં પણ સે-ર૪માં ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા જરૃરીયાતમંદ પરિવારો માટે મસમોટી વસાહત બનાવી આપવામાં આવી હતી. જો કે આ વસાહત ધીરેધીરે કોમર્શિયલ વિસ્તારમાં તબદીલ થઈ ગઈ હતી.
હાઉસીંગ બોર્ડે જેટલી જગ્યામાં મકાન બનાવી આપ્યા હતા તેનાથી બમણું દબાણ ઉભું થઈ ગયું હતું અને રહેણાંક વિસ્તાર તો નામનો જ થઈગયો હતો. ત્યાં બેંક, જવેલર્સ, શો-રૃમ અને સુપર માર્કેટ, ફાઈનાન્સ, કલાસીસ, પાર્લર જેવા એકમો ઉભા થઈ ગયા હતા. વસાહતીઓએ પણ પોતાના મકાન કરોડોની કિંમતમાં વેચીને કોમર્શિયલ પ્રવૃતિ કરવા માટે જગ્યા આપી દીધી હતી. 

(5:20 pm IST)