ગુજરાત
News of Wednesday, 29th August 2018

વડોદરા: ડભોઇની શાક માર્કેટ નજીક માથાભારે તત્વોનો આતંક: તીક્ષ્ણ હથિયારથી થયેલ હુમલામાં યુવકનું કમકમાટી ભર્યું મોત

ડભોઇ:રોડ ગણેશનગર પાસે ભરાતા શાકમાર્કેટ નજીક મોડી રાતે  જાહેરમા ગાળો બોલતા માથાભારે તત્વોને રોકતા યુવકો પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવતા એક યુવકનું મોત નિપજયું હતું. જાહેરમાં જ ખંજરના ઘા ઝીંકાતા વિસ્તારમાં નાસભાગ મચી ગઇ હતી. પાણીગેટ પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૃ કરી છે.

આ અંગેની વિગત એવી છે કે ડભોઇ રોડ ગણેશનગરમાં રહેતો વિપુલ સતિષભાઇ કાયસ્થ દાંડિયાબજારની ટેકનીકલ સ્કૂલમાં અભ્યાસ કરે છે. રક્ષાબંધન હોઇ વિપુલ તથા પિન્ટુ કનોજીયા રાત્રે નવ વાગ્યે ગણેશનગર નજીક ભરાતા શાકમાર્કેટ પાસે ઉભા હતા.

તે સમયે ગણેશનગરમાં રહેતો ધિરજ દિપકભાઇ કનોજીયા તથા બે વ્યકિતઓ જાહેરમાં ગાળો બોલતા હતા. તે સમયે નજીકની લારી પર ઉભેલા બે વ્યકિતઓએ તેમને ગાળો નહી બોલવાનું જણાવ્યું હતું.

(5:20 pm IST)