ગુજરાત
News of Wednesday, 29th August 2018

ઠાસરા તાલુકામાં ખેતરમાં ઢોર આવવાની નજીવી બાબતે લાકડીથી હુમલો થતા બે-ત્રણ વર્ષની જેલની સજા

ઠાસરા: તાલુકાના જાખેડ ગામની સીમમાં બાજરીના ખેતરમાં ઢોર પેસી જવાના મુદ્દે ચાર શખ્સોએ લાકડીઓથી હુમલો કરીને બેને માર મારીને એકને ફેક્ચર કરી નાંખવાના કેસમાં એકને તકશીરવાર ઠેરવીને બે વર્ષની તેમજ અન્ય ત્રણને એક-એક વર્ષની સજા ફટકારી હતી. 
પ્રાપ્ત વિગતો અનુસાર ગત તારીખ ૧૫-૪-૨૦૧૩ના રોજ બપોરના સુમારે જાખેડ ગામે રહેતા છગનભાઈ રત્નાભાઈ ચૌહાણની સાથે સંજયભાઈ ભીખાભાઈ ચૌહાણ, સુનિલભાઈ ભીખાભાઈ પરમાર, ઉદાભાઈ રત્નાભાઈ ચૌહાણ અને કાભઈભાઈ રાયસીંગભાઈ પરમારે બાજરીના ખેતરમાં ઢોર પેસી જવાની બાબતે ઝઘડો કરીને સંજયભાઈએ પોતાની પાસેની લાકડીથી છગનભાઈની ડાબી આંખ ઉપર તેમજ જમણા હાથની કોણી પાસે માર મારીને ફેક્ચર કરી નાંખ્યું હતુ. વચ્ચે પડનાર કાશીબેનને પણ જમણા પગે સુનિલભાઈએ લાકડીની ઝાપોટો મારીને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે ડાકોર પોલીસે ૩૨૫, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ મુજબ ગનો દાખલ કરીને તમામની ધરપકડ કરી હતી. 

(5:18 pm IST)