ગુજરાત
News of Wednesday, 29th August 2018

નડિયાદ રૂરલ પોલીસે આખડોલમાં 46 હજારના વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને દબોચ્યો

નડિયાદ: રૂરલ પોલીસે આખડોલ તાબે રણછોડપુરા સીમમાંથી વિદેશી દારૂની બોટલ નં.૯૨ રૂપિયા ૪૬,૦૦૦ના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય એક ઈસમ ફરાર થઈ ગયો હતો. 
નડિયાદ રૂરલ પોલીસ પેટ્રોલીંગમાં નીકળી હતી આ દરમિયાન માહિતી મળેલ કે આખડોલ તાબે રણછોડપુરા વિસ્તારમાં વિનુભાઈ ઉર્ફે સુખાભાઈ ગાંડાભાઈ પરમાર પોતાના ખેતરમાં ઘરની ઓશરીમાં વિદેશી દારૂનો જથ્થો રાખી છુટક વેચાણ કરે છે જેથી પોલીસે રેઈડ કરતા વિનુભાઈ ઉર્ફે સુખાભાઈ ગાંડાભાઈ પરમાર વિદેશી દારૂની બોટલ નં.૯૨ રૂપિયા ૪૬૦૦૦ના જથ્થા સાથે મળી આવ્યો હતો. જ્યારે અતુલભાઈ ઉર્ફે ભૂરિયો રાજેશભાઈ ઉર્ફે રાજુ પરમાર (રહે.આખડોલ) પોલીસને જોઈ ફરાર થઈ ગયો હતો. 
આ બનાવ અંગે નડિયાદ રૂરલ પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(5:17 pm IST)