ગુજરાત
News of Wednesday, 29th August 2018

ખેડા નજીક બાઈક રીક્ષા સાથે ધડાકાભેર સર્જાયેલ અકસ્માતમાં ચાલકે ઘટનાસ્થળેજ દમ તોડ્યો: ચારને ગંભીર ઇજા

ખેડા:તાલુકાના લાલી-મહીજ રોડ ઉપર મોટર સાયકલ રીક્ષા સાથે અથડાઈ હતી. આ અક્સ્માતમાં બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું. જ્યારે ચાર જેટલા મુસાફરોને ઈજા થઈ હતી. 
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ ખેડા તાલુકાના લાલીમાં રહેતા શૈલષભાઈ ચૌહાણ ગઈકાલે મોટર સાયકલ નં. જીજે-૨૭ એજી-૨૪૭૫ લઈ બારેજડીથી લાલી થઈ જઈ રહ્યો હતો. આ દરમિયાન મહીજ સીમમાં સામેથી આવતી પીયાગો રીક્ષા નં. જીજે-૨૭ યુ-૭૯૧૨ સાથે ધડાકાભેર મોટર સાયકલ અથડાઈ હતી જેથી બાઈક ચાલક તેમજ રીક્ષામાં બેઠેલ ચાર જેટલાં મુસાફરોને ઈજા થઈ હતી. આ ઈજાગ્રસ્તોને સારવાર માટે બારેજડી તથા ખેડા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં બાઈક ચાલક શૈલેષભાઈ ઉર્ફે નરસિંહ બળદેવભાઈ ચૌહાણ (ઉં.વ.૩૦)નું ગંભીર ઈજા થઈ હોઈ સારવાર મળે તે પહેલાં રસ્તામાં જ મોત નિપજ્યું હતું. 
આ બનાવ અંગે લ-મણભાઈ વીરપતભાઈ ભરવાડની ફરિયાદ આધારે ખેડા ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(5:17 pm IST)