ગુજરાત
News of Wednesday, 29th August 2018

ચકલાસી પોલીસે ગમનપુરાની સીમમાં દરોડા પાડી પાંચ જુગારીઓને 27 હજારની રોકડ સાથે પકડ્યા

ચકલાસી: પોલીસે ગમનપુરા સીમમાંથી શ્રાવણીયો જુગાર રમતા પાંચ ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગાર રમવાના સાધનો તથા રોકડા રૂપિયા ૨૭૨૧૦ કબજે કરીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 
ચકલાસી પોલીસ પેટ્રોલીંગમાં નીકળી હતી આ દરમિયાન માહિતી મળેલ કે ગમનપુરા ગામની સીમમાં ખુલ્લામાં ખેતરમાં જુગાર રમાય છે જેથી પોલીસે રેઈડ કરતા પરેશભાઈ સુરેશભાઈ વાઘેલા, કેતનભાઈ મનુભાઈ પટેલ, અશ્વિનભાઈ કોદરભાઈ વાઘેલા, રાજેશભાઈ ગોતાભાઈ વાઘેલા તથા કલ્પેશભાઈ મનુભાઈ વાઘેલાને હારજીતનો જુગાર રમતા ઝડપાઈ જવા પામ્યા હતા. પોલીસે દાવ ઉપરથી રૂપિયા ૧૮૧૦ તથા અંગજડતીમાં રૂપિયા ૨૫૪૦૦ મળી કુલ રૂપિયા ૨૭૨૧૦ કબજે કર્યા હતા. 

(5:16 pm IST)