ગુજરાત
News of Wednesday, 29th August 2018

ભરૂચના ટંકારીયા ગામે સ્ટેટ વિજિલન્સ દ્વારા જુગારધામ પર દરોડો :10 શકુનિઓ ઝડપાયા :પોલીસ ટિમ પર પથ્થરમારો

 

ભરૂચના ટંકારિયા ગામે સ્ટેટ વિજીલન્સ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જુગારધામ ઉપર દરોડા પાડતાં સ્થળ ઉપર રહેલા જુગારીઓએ વિજિલન્સની ટીમ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઉપર પથ્થરમારો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જયારે રેડ કરવા ગયેલી ટીમે સ્થળ ઉપરથી દશ જુગારીઓને ઝડપી પાડ્યા છે.

ગાંધીનગરથી સ્ટેટ વિજિલન્સ દ્વારા લોકલ ક્રાઈમ બ્રાન્ચને સાથે રાખીને બીજી વખત ભરૂચ જિલ્લામાં જુગારધામ ઉપર દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં ભરૂચ તાલુકાના ટંકારિયા ગામે રેડ કરવા ગયેલી સ્ટેટ વિજિલન્સ તથા લોકલ ક્રાઈમબ્રાન્ચની ટીમ ઉપર હુમલો થયો છે.

(10:59 pm IST)