ગુજરાત
News of Wednesday, 29th August 2018

વડોદરાના સાવલી રોડ પર મીઠાઈ-ફરસાણની દુકાનોમાં તંત્રની તવાઈ : સેમ્પલો લઇ તપાસમાં મોકલાયા

વડોદરાના સાવલી રોડ પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મીઠાઈ અને ફરસાણની દુકાનમાં તવાઈ બોલાવી છે અને જરૂરી સેમ્પલ એકત્ર કરી તપાસમાં મોકલાયા છે એવું કહેવાય છે કે રક્ષાબંધનના પર્વ પર આ દુકાનમાંથી જે ગ્રાહકે મીઠાઈ ખરીદી હતી. તે મીઠાઈમાં કોઈક અખાદ્ય વસ્તુ આવી જતા બાળકોની તબિયત લથડી હતી. જેને લઈને ગ્રાહકે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો સંપર્ક કર્યો હતો અને આજે મીઠાઈના નમુના લઈને તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે.

(8:18 pm IST)