ગુજરાત
News of Thursday, 29th July 2021

નર્મદા જિલ્લા માં શિક્ષણ નો અધિકાર મેળવવા માટેનો કોટા વધારાય તેવી વાલીઓની માંગ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા માં રાઈટ ટુ એજ્યુકેશન યોજના હેઠળ પોતાના સંતાનને પ્રવેશ અપાવવા 530 વાલીઓ એ અરજી કરી હતી પરંતુ સરકારે મંજુર કરેલ ક્વોટા મુજબ માત્ર 210 વિદ્યાર્થીઓ જ આ યોજના નો લાભ મેળવી શક્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ ગરબી રેખા હેઠળ ના પરિવારો ના સંતાન પણ સારું શિક્ષણ મેળવી શકે અને તેમના ગામની જ ખાનગી શાળા માં સરકારી ખર્ચે પ્રવેશ મેળવી શકે અને અભ્યાસ કરી કારકિર્દી બનાવી શકે તે માટે રાઈટ ટૂ  એજ્યુકેશન યોજના અમલમાં છે ત્યારે આ વર્ષે જિલ્લા માંથી કુલ 530 વાલીઓએ તેમના સંતાન ના પ્રવેશ માટે અરજીઓ કરી હતી.આ યોજનાના જિલ્લા સંયોજક કલમભાઇ વસાવાના જણાવ્યા મુજબ તમામ અરજી ઓની ચકાસણીને અંતે 448 અરજીઓ યોગ્ય જણાઈ હતી જેમાંથી સરકારે મંજુર કરેલ ક્વોટા મુજબ આ વર્ષે માત્ર 210 વિદ્યાર્થીઓ ને પ્રવેશ અપાશે ત્યારે સરકારે પણ નર્મદા જિલ્લો ગરીબ અને પછાત જિલ્લો છે તે ધ્યાન માં લઇ આર ટી ઈ નો ક્વોટા વધારવો જોઈએ.

(11:36 pm IST)