ગુજરાત
News of Thursday, 29th July 2021

નર્મદા જિલ્લા ની સ્થાપના ના 24 વર્ષ બાદ જિલ્લાને સીટીસ્કેન મળશે તેવી જાહેરાત થતા આનંદ ફેલાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા ની પ્રજાની આરોગ્ય સુવિધા માં 24 વર્ષ બાદ વધારો થશે તેમ જોવા મળ્યું છે,જેમાં જિલ્લાની સ્થાપનાના 24 વર્ષ બાદ જિલ્લા ને સીટીસ્કેન મશીનની સુવિધા મળશે
પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના આરોગ્ય મંત્રી નીતિનભાઈ  પટેલે ગુજરાતના મહેસાણા નવસારી ડાંગ સહીતના જિલ્લાઓ ને સીટીસ્કેન મશીન આપવાની જાહેરાત કરી છે જેમાં રાજપીપળા નો પણ સમાવેશ થયો છે.
 પ્રાપ્ત માહિતી મુજબ રાજ્ય સરકારે કેટલાક જિલ્લાઓ માં સીટીસ્કેન મશીન આપવાની જાહેરાત કરી છે જે પ્રજા હિતની આ જાહેરાત થી જિલ્લામાં ખુશી જોવા મળી છે પરંતુ નર્મદા જિલ્લાની રચના પહેલા ભરૂચ જિલ્લામાં આવતા રાજપીપળા વિભાગમાં આરોગ્ય સેવાઓનો અભાવ હતોજ અને ગરીબ પ્રજાને મોટા શહેરોમાં મોંઘી સારવાર લેવા જવું પડતું હતું ત્યારબાદ રાજ્ય માં ભાજપ શાશન આવ્યું અને નર્મદા જિલ્લા ની પણ રચના થઇ ત્યારે પ્રજાને આશા બંધાઈ હતી કે નવો જિલ્લો અને નવી સરકાર આ પછાત જિલ્લાની આરોગ્ય સુવિધા સુધારસે પરંતુ ભાજપ શાશન માં પણ કોઈ નોંધપાત્ર સુધારો ન થયો જેમાં ખાસ જિલ્લાની વડી રાજપીપળા સિવિલ હોસ્પિટલની દશા દયનિય જોવા મળે છે કેમકે નિષ્ણાત તબીબો નથી ત્યારે એમ આર  આઇ કે સીટીસ્કેન મશીન ક્યાંથી હોય ? તાજેતરમાં કોરોના મહામારી એ સૌને જગાડ્યા ઓક્સિજન પ્લાન્ટ. સીટીસ્કેન જેવી સુવિધાઓની તાતી જરૂરત જણાઈ ત્યારે સમગ્ર જિલ્લા માં ઓક્સિજન પ્લાન્ટની વ્યવસ્થા થઇ અને હવે સીટીસ્કેન ની જાહેરાત કરાઈ છે ત્યારે સત્વરે સીટીટીસ્કેન સહીત અન્ય આરોગ્ય સુવિધા માં વધારો થાય તેવી લોક માંગ છે

(11:34 pm IST)