ગુજરાત
News of Thursday, 29th July 2021

હાંસાપુર ગામે આવેલ પગી ફળિયાં અલગ અલગ જગ્યાએ ભોંયરામાં સંતાડીને રાખવામાં આવેલ દારુનો જથ્થો ઝડપી પોલીસે 9 શખ્સોને જેલ હવાલે કર્યા

શહેરા:તાલુકાના હાંસાપુર ગામે અલગ અલગ સ્થળેથી રૃા.૧.૪૯ લાખ ઉપરાંતના વિદેશી દારૃના જથ્થા સાથે ત્રણ વ્યક્તિઓને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપી પાડી ૯ વ્યક્તિઓ સામે શહેરા પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો.
હાંસાપુર ગામે આવેલ પગી ફળિયામાં રહેતા પ્રવિણ દલાભાઈ પગી અને તેની પત્ની ધમાબેન બંનેએ સાજીવાવ ગામે રહેતા પ્રવિણભાઈ કાભસિંહ પટેલ પાસેથી મંગાવીને દારૃનુ વેચાણ કરે છે અને તેના ઘરે તેમજ ફળિયામાં રહેતા રમેશ માનાભાઈ પગીના મકાનમાં દારૃનો જથ્થો સંતાડયો છે તેવી બાતમી મળતા સ્ટેટ મોનિટરિંગ સેલે ભાઠોળ વિસ્તારમાં રેડ કરતા અરવિંદ રમેશભાઈ પગી અને મુકેશ રયજીભાઈ પગી પાસેથી મળેલા વિમલ થેલામાંથી દારૃનો જથ્થો તેમજ નજીકથી એક બાઇક મળી હતી.
પ્રવિણ પગીના ઘરે તપાસ હાથ ધરતા તેની પત્ની ધમા હાજર હતી તેના ઘરના એક રૃમમાં બનાવેલા અંડરગ્રાઉન્ડ ભોયરામાં વિદેશી દારૃની બોટલો ભરેલો જથ્થો મળી આવતા ધમાની પૂછપરછ કરતા તેઓના ફળિયામાં જ રહેતા રમેશ માનાભાઈ પગીના ઘરે બીજો વિદેશી દારૃનો જથ્થો હોવાનું જણાવ્યું હતું જેથી રમેશ માનાભાઈ પગીના ઘરે પણ રેડ કરતા ત્યાં કોઈ હાજર ન હતું પરંતુ તેના ઘરમાંથી વિદેશી દારૃનો જથ્થો મળી આવ્યો હતો.

 

(5:35 pm IST)