ગુજરાત
News of Wednesday, 29th June 2022

રાજપીપળા લાલ ટાવર પાસે બિનવારસી બેગ જણાતા લોકમાં ભય ફેલાયો,પોલીસ દોડતી થઈ હતી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: રાજપીપળા લાલ ટાવર પાસે કોઈક એક મોટી બેગ મૂકી જતું રહેતા આ બિનવારસી બેગ જોઈ સ્થાનિક લોકો ફફડ્યા હતા ત્યારબાદ પોલીસને જાણ કરતા કોઈ વાંધાજનક વસ્તુ મળી ન હતી
મળતી માહિતી મુજબ રાજપીપળાનાં લાલ ટાવર પાસે સ્થાનિકો એ એક મોટી બેગ બિનવારસી હાલતમાં જોતા ફફડાટ ફેલાયો હતો ત્યારબાદ કોઈકે પોલીસ ને જાણ કરતા પોલીસ સ્થળ ઉપર આવી ત્યારે આજ મહિલાની આ બેગ હોવાનું જાણવા મળ્યું એ મહિલાને પોલીસે બેગ ખોલવા જણાવતા એમણે બેગ નહિ ખોલું તેમ કહેતા પોલીસ બેગ સાથે આ મહિલાને રાજપીપળા પોલીસ મથકે લઇ ગઈ ત્યાં બેગ ખોલાવી તપાસ કરતા અંદર માત્ર કપડાં જ નિકળ્યા હતા,ત્યારે સ્થાનિકોના જણાવ્યા મુજબ આ મહિલા બેગ લઇને રખડ્યા કરતા હોય તેઓ ગાંડપણ જેવી હરકતો કરતા હતા બેગ રોડ પર મૂકી આમ તેમ જતા રહેતા પોલીસ ને બોલાવી પડી હતી
જોકે આ સમગ્ર ઘટના ની વાત વાયુવેગે શહેર માં ફેલાતા લોકોમાં બેગ બાબતે જાણવા ભારે કુતૂહલ જામ્યું હતું આખરે મહિલા અસ્વસ્થ હોય તેમ જણાયું અને બેગ માં કપડાં સિવાય કઈ ન હોવાથી સૌએ રાહત અનુભવી હતી

(10:53 pm IST)