ગુજરાત
News of Wednesday, 29th June 2022

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કોરોના સંક્રમિત :રથયાત્રાની પહંદ વિધિમાં હાજર નહિ રહી શકે: કેબિનેટ બેઠક પણ રદ

સમગ્ર દિવસ દરમિયાન સરકાર કે ભાજપના કોઈ મોટા કાર્યક્રમો નથી કે ગુજરાતમાં કોઈ મહત્વની વ્યક્તિની પણ મુલાકાત નથી થઈ

અમદાવાદ : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલ કોરોના સંક્રમિત થયા છે.સામાન્ય જનાતાની સાથે ટોચના નેતાઓ અને અગ્રણી લીડર્સો પણ કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. આજે યોજાયેલ કેબિનેટ બેઠકમાં પણ તેઓ હાજર નહોતા રહી શક્યા.

 આજે બુધવારે યોજાનારી કેબિનેટની બેઠક રદ કરવામાં આવી હોવાના સચિવ કક્ષાએથી સંદેશો પાઠવ્યો છે.

આજે સમગ્ર દિવસ દરમિયાન સરકાર કે ભાજપના કોઈ મોટા કાર્યક્રમો નથી કે ગુજરાતમાં કોઈ મહત્વની વ્યક્તિની પણ મુલાકાત નથી થઈ. એક સમયે મુખ્યમંત્રી અને પાટીલે પોતાની તમામ મુલાકાતોને કાર્યક્રમો રદ કરીને સમય અનામત કરી દેતા અનેક તર્ક સર્જાયો છે. ક્યાંક મુખ્યમંત્રીના સ્વાસ્થ્ય સંબંધિત તકલીફ હોવાની વાતો પણ ચાલી રહી છે. ગઇકાલે મોડી રાત્રે મુખ્યમંત્રીને કોરોના થયો હોવાની આશંકા જતાવતા  સંદેશાઓ પણ સોશિયલ મીડિયામાં વહેતા થયા હતા.

આજથી અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે ત્રણ દિવસના કાર્યક્રમની શરુઆત થવા જઈ રહી છે. રથયાત્રા પૂર્વે પરંપરા અનુસાર મુખ્યમંત્રીના હસ્તે ભગવાનના રથમાં પહિંદ વિધિ કરવામાં આવે છે આગલા દિવસે અને સવારે પણ વિશેષ પૂજા અર્ચનમાં પણ મુખ્યમંત્રી હાજરી આપી રહ્યા હોય છે પરંતુ હજુ સુધી સત્તાવાર રીતે કોઈપણ જાહેરાત થઇ નથી

 આ અગાઉ ગાંધી પરિવાર સહિત અનેક ટોચના નેતાઓ પણ કોરોના સંક્રમિત થયા હતા અને ગત સપ્તાહે જ મુખ્યસચિવ પંકજ કુમારને પણ કોરોના થયો હતો.

ગત વર્ષે પૂવે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ  પટેલને પણ કોરોના થયો હતો અને સારવાર માટે તેમને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. સદનસીબે પટેલ જયારે કોરોના પોઝીટીવ જાહેર થયા એ દિવસે એ આખો દિવસ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહ સાથે અમદાવાદ અને મહેસાણામાં વિવિધ કાર્યકમોમાં જોડાયા હતા. ગુજરાતમાં અગાઉ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીને પણ કોરોના થયો હતો.

(7:20 pm IST)