ગુજરાત
News of Wednesday, 29th June 2022

કલોલમાં શુક્રવારે સુવિધાના વિસ્‍તાર સાથે પીએસએમ હોસ્‍પિટલ અને સ્‍વામિનારાયણ યુનિવસિર્ટીનું લોકાર્પણ

અમદાવાદ તા.૨૯: શ્રી સ્‍વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકળ-કલોલ સંસ્‍થાના મેનેજીંગ ડિરેકટર ભકતવત્‍સલ સ્‍વામી તેમજ સંસ્‍થા હેઠળ આવતી પી.એસ.એમ હોસ્‍પિટલના કારોબારી સભ્‍ય અને ગુજરાત પ્રદેશ ભાજપના અગ્રણી ચેતનભાઇ રામાણી સંયુકત યાદીમાં જણાવાયું છે કે શ્રી સ્‍વામિનારાયણ ભગવાન દ્વારા આપવામાં આવેલ સંદેશ‘‘સર્વજીવ હિતાવહ'' ની ઉમદા ભાવનાને ધ્‍યાનમાં રાખીને ભારત તેમજ ગુજરાત અને આજુબાજુના રાજયોના નાગરિકોને આર્થિક રીતે મદદ કરવા અર્થે સંસ્‍થાના સંસ્‍થાપક શાષાી સ્‍વામીશ્રી પ્રેમસ્‍વરૂપદાસજીના માર્ગદર્શન હેઠળ ઉત્તર ગુજરાતના દ્વાર સમાન ગાધીંનગર જિલ્‍લાના કલોલ ખાતે છેલ્‍લા ૩ દાયકાથી મુખ્‍ય સિદ્ધાંત ‘‘જન સેવા હી પ્રભુ સેવા''ને સાર્થક કલ્‍યાણના શ્રી સ્‍વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુલ આરોગ્‍ય, શિક્ષણ અને સમાજ કલ્‍યાણના ક્ષેત્રોમાં કાર્યરત છે. ગુજરાત રાજયમાં પ્રથમ વખત સ્‍વામીનારાયણ સંપ્રદાય દ્વારા એક ભવ્‍યાતીત તેમજ દિવ્‍યાતીત ‘‘સ્‍વામીનારાયણ યુનિવસિર્ટી''નું નિર્માણ થવા જઇ રહ્યુ છે જેમાં હજારો વિદ્યાર્થીઓનું શિક્ષણ અને કેળવણી સાથે સંસ્‍કારોનું સિંચન કરાશે તેમજ પી.એસે.એમ (પ્રમુખસ્‍વામી મલ્‍ટીસ્‍પેશ્‍યાલીટી) હોસ્‍પિટલ જેમાં હજારો દર્દીઓને રાહત દરે તેમજ જર્રર જણાયે વિનામૂલ્‍યે સારવાર અપાશે.

તા. ૧ના આ બન્ને સંસ્‍થાનું લોકાર્પણ તેમજ શિલાન્‍યાસ સમારોહ કેન્‍દ્રીય ગૃહ અને ેસહકારમંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના સાંસદશ્રી અમિતભાઇ શાહના હસ્‍તે યોજાવાનો છે. જેમાં ગુજરાત રાજયના મુખ્‍યપ્રધાન ભુપેન્‍દ્રભાઇ પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ સિ.આર.પાટીલ, પૂર્વ મુખ્‍યપ્રધાન વિજયભાઇ રૂપાણી, આરોગ્‍યપ્રધાન રૂષીકેશભાઇ પટેલ, શિૅક્ષણ પ્રધાન જીતુભાઇ વાઘાણી, ગૃહપ્રધાન હર્ષભાઇ સંઘવી, ઉદ્યોગ પ્રધાન જગદીશભાઇ પંચાલ, પૂર્વ નાયબમુખ્‍યપ્રધાન નિતીનભાઇ પટેલ, ઇફકોના ચેરમેન દિલીપભાઇ સંઘાણી, બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરી, ધારાસભ્‍યો, પદાધિકારીઓ વિગેરે મહાનુભાવોની ઉપસ્‍થિતિ રહેશે.

ગાંધીનગર જિલ્‍લાની જનતા તેમજ પાડોશી રાજયો રાજસ્‍થાન તેમજ મધ્‍યપ્રદેશના જરૂરીયાતમંદ નાગરિકોને ઉત્તમ તથા અત્‍યાધુનિક આરોગ્‍ય સેવાઓ એક જ સ્‍થાને મળી રહે તે હેતુથી વર્તમાન કાર્યરત ૨૦૦ બેડ્‍ની પીએસએમ સ્‍પેશ્‍યાલિટી હોસ્‍પિટલને વિસ્‍તરણને કરીને ૭૫૦ બેડ એટલે કે રૂા. ૩૫૦ કરોડની માતબર રકમની સુપર સ્‍પેશ્‍યાલીટી હોસ્‍પિટલના નવીન મકાન નિર્માણ કરવાનો ઉદ્દેશ્‍ય છે.

જેમાં એમ.આર.આઇ., સિટી સ્‍કેન, પિ.ઇ.ટી સ્‍કેન, હાઇબ્રીડ કેથ લેબ, રેડિયોથેરાપી, કેમોથેરાપી, ૧૦૦ બેડ આઇ.સી.યુ, ૬૦૦ જનરલ તેમજ પ્રાઇવેટ બેડ, ૩૦ ઇમરજન્‍સી બેડ, બલ્‍ડ બેંક, હિમોડાયલીસીસ યુનિટ, ૫૦સ્‍પેશયાલીટી ઓ.પિ.ડિ., પેથોલોજી લેબ, ૧૪ અત્‍યાધુનિક લેમીનાર ઓપરેશન વિગેરે સુવિધાઓ હશે.

તદ્દપરાંત સરકારશ્રીની વિવિધ મહાયોજનાઓ જેવી કે ‘‘માં અમૃતમ યોજના'',‘‘આયુષ્‍માન ભારત યોજના'', ‘‘ચિરંજીવી યોજના'' સાથે જોડાયેલ તમામ કાર્ડોનો લાભ પણ મળવાપાત્ર રહેશે. તેમજ જેમની પાસે કાર્ડ પણ ન હોય એવા દરિદ્રનારાયણ લોકોને રાહતદરે તેમજ વિનામૂલ્‍યે સારવાર આપવામાં આવશે. યુનિવસિર્ટીની સુવિધાઓમાં મિયોપેથી, નર્સિગ, ફાર્મેસી, ફિજિયોથેરાપી, લો, સાયન્‍સ, આર્ટસ, કોમર્સ, માર્કેટિંગ કોલેજ જેવા કોર્ષો કાર્યરત છે જેમાં ૧૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્‍યાસકરી રહ્યા છે. આ સંસ્‍થાઓના અભ્‍યાસ કરતા ગરીબ,અનાથ, વિધવા માતાઓની સંતાનોને શિક્ષણ સહાય ટયુશન ફી માફી અને નિઃશુલ્‍ક હોસ્‍ટેલમાં રહેવા-જમવાની સગવડ સાથોસાથ સ્‍કોલરશીપ પણ આપવામાં આવે છે.ત્‍યારે આ વર્ષે ગુજરાત સરકારશ્રી દ્વારા ગુજરાત પ્રાઇવેટ યુનિવસિર્ટી એકટ-૨૦૦૯ અધિનિયમ હેઠળ ‘‘સ્‍વામિનારાયણ યુનિવસિર્ટી'' તરીકે સ્‍ટેટ પ્રાઇવેટ યુનિવર્સિટી તરીકેની માન્‍યતા પ્રાપ્ત થઇ છે જેમાં હવે હજારો વિદ્યાર્થીઓનું શિક્ષણ સાથે કેળવણી કરી સંસ્‍કારોનું સિંચન કરાશે.

(4:08 pm IST)