ગુજરાત
News of Wednesday, 29th June 2022

રાજપીપળાના કામના પટેલ મીસીસ ઇન્ડીયા કોન્ટેસ્ટ 2022 ના ફાઇનલમા પહોચ્યા,હવે દિલ્હી જશે

(ભરત શાહ દ્વારા) નર્મદા જીલ્લાનુ નામ રોશન કરતી રાજપીપલાની દિકરી કામનાબેન સુરતપ્રકાશ પટેલ કે જેઓ મીસીસ ઇન્ડીયા કોન્ટેસ્ટ 2022 ના ફાઇનલમા પહોચ્યા છે અને હવે ઓગસ્ટ મહિનામાં તેઓ મિસિસ ઇન્ડિયાનાં કોન્ટેસ્ટ માં ભાગ લેવા દિલ્હી જશે તેમના દિકરા જ્યોતપ્રકાશ પટેલે ફેસબુક પર માતાની મીસીસ ઇન્ડીયાની પોસ્ટ મૂકી સૌને લાઈક કોમેન્ટ કરવા વિનંતી કરી છે કેમકે દરેક લાઈક અને કૉમેન્ટનાં માર્કસ મળતા હોય માતાને વિજેતા બનાવવા પુત્ર પણ સોશિયલ મીડિયા દ્વારા સહકાર આપી રહ્યો છે

(10:08 pm IST)