ગુજરાત
News of Saturday, 29th June 2019

વડોદરામાં વરસાદે પ્રિ-મોન્સૂન કમગીરીની પોલ ખોલી :અલકાપુરી ગરનાળું ઓવરફ્લો :રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલી

લોકો કેડસમાં પાણીમાં ચાલીને જવા મજબુર ;અનેક વાહનોમાં પાણી ભરાતા ખોટવાયા

 

વડોદરામાં તંત્ર દ્વારા પ્રી મોનસૂન કામગીરીના દાવાઓની વચ્ચે સવારથી વરસેલા વરસાદના પગલે અલકાપુરી ગરનાળું ઑવરફ્લો થતા લાંબા સમય માટે વાહનવ્યવહાર ખોરવાયો હતો.

   વડોદરાના રેલેવ સ્ટેશનની બહાર આવેલું ગરનાળું શહેરના પશ્ચિમ વિસ્તારમાં જવા માટેનું મુખ્ય પ્રવેશ દ્વારા છે. તંત્ર દ્વારા અવારનવાર કામગીરીના દાવા કરવામાં આવતા હોવા છતાં થોડાક વરસાદમાં પણ તે ઓવરફ્લો થઈ જાય છે.

ગરનાળું ભરાતા રાહદારીઓ અને વાહનોને મુશ્કેલી સર્જાઈ હતી. લોકોએ કેડસમા પાણીમાં ચાલીને જવાની ફરજ પડી હતી જ્યારે અનેક વાહનોમાં પાણી ભરાતા તે ખોટકાયા હતા. સમસ્યા સામે મનપાના વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે દર વર્ષની સમસ્યા છે, સરખી સાફ સફાઈ નથી કરાતી. પ્રિ-મોનસૂનની કામગીરીના નામે ભ્રષ્ટાચાર છે.

  ગરનાળાના સાથે વડોદરા રેલેવ સ્ટેશનની નજીક આવેલું અન્ય એક ગરનાળું પણ ભરાઈ ગયું હતું. ગરનાળા ભરાઈ ગયા હોવા છતાં તંત્ર દ્વારા તે બંધ કરાતા લોકો જોમખમાં મૂકાયા હતા. મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતિશ પટેલે લુલો બચાવ કરતા જણાવ્યું હતું કે તો કુદરતી ઘટના છે અને સમય થતાં પાણી ઓસરી જાય છે.

45 મિનિટના વરસાદમાં ગરનાળું બંધ થઈ જતા તંત્ર સામે અનેક સવાલો સર્જાયા હતા. સવારે મહિલાઓ, બાળકો, નોકરિયાતો ગરનાળુ બંધ થઈ જતા મુસીબતમાં મૂકાયા હતા. પાણીનો નિકાલ થતાં લોકોનો મનપા સામે રોષ બહાર આવ્યો હતો

(1:13 am IST)