ગુજરાત
News of Saturday, 29th June 2019

રાજ્યની 23 જેલોના ફુસ સેમ્પલમાંથી અમરેલી અને ગાંધીધામ સહિતની 9 જેલોના નમૂના ફેઈલ

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રાજ્યની જેલો ઉપર દરોડા પાડયા

 

અમદાવાદ :ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રાજ્યની જેલો ઉપર દરોડા પાડ્યા હતા.રાજ્યની 23 જેટલી જેલોના ફૂડ સેમ્પલ લેવાયા હતા જેમાંથી 9 સેમ્પલો ફેઇલ ગયા હતા. જેમાં અમરેલી અને ગાંધીધાની જેલ સેમ્પલ ફેઇલ થયા હતા

  મળતી માહિતી મુજબ રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં આવેલી વિવિધ 23 જેલોમાં મળતા ફૂડના સેમ્પલ લીધા હતા. આ સેમ્પલોના ચોંકાવનારા રિપોર્ટ આવ્યા છે. રાજ્યમાં સૌથી વધારે ખરાબ રીપોર્ટ અમરેલી અને ગાંધીધામ જેલનો આવ્યો છે. આ બંને જેલો સેમ્પલ ફેઇલ થવામાં પ્રથમ નંબરે આવ્યા છે.

   જેલમાં નબળી ગુણવત્તાવાળું ભોજન મળતું હોવાની ફરિયાદ ઉઠી હતી જેલના ખાવામાં ઘાતક કેમિકલ્પ હોવાનો પણ ખુલાસો થયો છે. સેમ્પલ ફેઇલની ટકાવારી કરતાય ય ગંભીર ટકાવારી રિપોર્ટમાં બહાર આવી છે.  જેલમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જેલમાં રેડ પાડનાર વિભાગ ભારતમાં પ્રથમ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

(12:52 am IST)