ગુજરાત
News of Saturday, 29th June 2019

રાધાનપુર કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયતમાં ભંગાણ સર્જાયું :અવિશ્વાસની દરખાસ્ત કરાઈ

તમામ કોંગ્રેસ અને ભાજપના સભ્યો દ્વારા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત

 

પાટણ જિલ્લાના રાધાનપુરમાં કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયતમાં ભંગાણ પડ્યુ છે. તાલુકા પંચાયતના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી છે. અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય તે પહેલાં તાલુકા પંચાયતમાં મોટું ભંગાણ સર્જાયું છે. તાલુકા પંચાયતમાં 4 કોંગ્રેસ અને 5 ભાજપ સભ્યો હાજર રહ્યા હતા. તમામ કોંગ્રેસ અને ભાજપના સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી હતી. કોંગ્રેસના તાલુકા પંચાયતના ઉપપ્રમુખે પણ અવિશ્વાસની દરખાસ્તમાં સહી કરી હતી.

(10:38 pm IST)