ગુજરાત
News of Saturday, 29th June 2019

સુરત મનપામાં કોંગ્રેસમાં આંતરિક વિખવાદ: સોશિયલ મીડિયામાં અભદ્ર ભાષાનો ઉપયોગ

મનપાના બે કોર્પોરેટર અને જિલ્લા કોંગ્રેસના બે હોદ્દેદારોને નોટિસ

 

સુરત મનપામા કોંગ્રેસનો આંતરિક વિખવાદ સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં અભદ્ર શબ્દો વાપરવા બદલ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ બાબુ રાયકા દ્વારા સુરત મહાનગર પાલિકાના બે કોર્પોરેટર, બે હોદ્દેદારોને નોટિસ ફટકારવામાં આવી છે

 જાણવા મળ્યા મુજબ . જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી ફિરોઝખાન પઠાણ, મહિલા કોંગ્રસના ઉપપ્રમુખ શેખ રઈશા, કોર્પોરેટર અસ્લમ સાઈકલવાળા તથા કપિલાબેન પટેલને નોટિસ ફટકારવામાં આવી છે. પ્રજાના સેવકો દ્વારા આવી અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવતા ચર્ચાનો વિષય બન્યો છે.

(10:03 pm IST)