ગુજરાત
News of Saturday, 29th June 2019

સીએ ફાયનાન્સિયલ ફ્રોડની તપાસમાં જોડાવવા સુસજ્જ

આજથી ૨૦ જૂલાઇ સુધી સીએ ડેની ઉજવણી :હેલ્થ, વિમેન એમ્પાવરમેન્ટ, નોલેજ અને કલ્ચરલ ઈવેન્ટ સહિતના ભરચક કાર્યક્રમો યોજવા માટેનુ આયોજન થયુ ત્

અમદાવાદ,તા. ૨૯  : દેશમાં સૌપ્રથમવાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સભ્યો ફોરેન્સીક સાયન્સના એંગલથી વૈજ્ઞાનિક ઢબે અને તાર્કિક તપાસમાં જોતરાશે. આ માટે આઈસીએઆઈની ડબલ્યુઆઈઆરસીની અમદાવાદ બ્રાન્ચના સીએ સભ્યો આગામી તા. ૧૫ જુલાઈ થી ૨૦ જુલાઈ, ૨૦૧૯ દરમ્યાન રોયલ મલેશિયા પોલીસ સાથેનાં સહયોગમાં મલેશિયાના કુઆલાલુમ્પુરમાં ફોરેન્સીક એકાઉન્ટીંગ એન્ડ ફાયનાન્સિયલ ફ્રોડ ઈન્વેસ્ટીગેશનનાં આંતરરાષ્ટ્રીય વર્કશોપમાં ભાગ લેશે. આ માટે ગુજરાત ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીએ પણ સહકાર આપ્યો છે. આવતીકાલે તા.૩૦જૂનથી તા.૨૦મી જૂલાઇ સુધી સીએ ડે(ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ દિન)ની ઉજવણીના ભાગરૂપે સૌપ્રથમવાર આ આયોજન કરવામાં આવ્યું છે એમ અત્રે આઈસીએઆઈની ડબલ્યુઆઈઆરસીની અમદાવાદ બ્રાન્ચનાં ચેરમેન સીએ ગણેશ નાદાર અને વાઇસ ચેરમેન સીએ ફેનીલ શાહે જણાવ્યું હતું. ધ ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ)ની ડબલ્યુઆઈઆરસીની અમદાવાદ બ્રાન્ચના ૭૦ વર્ષ પૂર્ણ થતાં હોઇ તેની પ્લેટીનમ જ્યુબિલી વર્ષની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ બ્રાન્ચ દ્વારા હેલ્થ, વિમેન એમ્પાવરમેન્ટ, નોલેજ અને કલ્ચરલ ઈવેન્ટ સહિતના ભરચક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ બ્રાંચ દ્વારા તા.૩૦જૂનથી તા.૨૦મી જૂલાઇ સુધી સીએ ડેની વૈવિધ્યસભર કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવશે. જેમાં આવતીકાલે તા. ૩૦ જૂનનાં રોજ યોગ, હેલ્થ અને વિમેન એમ્પાવરમેન્ટ સેશન્સ અને બ્લડ ડોનેશન કેમ્પનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સીએ ડેની ઉજવણી તા. ૨૦ જુલાઈ સુધી ચાલશે. મલેશિયાનાં કુઆલાલુમ્પુરમાં તા. ૧૫ જુલાઈ થી ૨૦ જુલાઈ ૨૦૧૯ દરમિયાન યોજાનારા ફોરેન્સીક એકાઉન્ટીંગ એન્ડ ફાયનાન્સિયલ ઈન્વેસ્ટીગેશનનાં પ્રથમ આંતરરાષ્ટ્રીય વર્કશોપમાં અમદાવાદની ટીમ ભાગ લઈ રહી છે. આ વર્કશોપમાં રોયલ મલેશિયા પોલીસનાં તજજ્ઞો સ્પીકર તરીકે પોતાનાં જ્ઞાનનો લાભ આપશે. આ વર્કશોપનો હેતુ સીએ બ્રાન્ડ બિલ્ડિંગ ઉપરાંત નવા પ્રેકટીસ એરીયા અને તકોનું જ્ઞાન પ્રાપ્ત કરવાનો છે. આ વર્કશોપથી અમારા સભ્યોને પાડોશી એશિયન દેશોમાં પ્રવર્તમાન સિનારિયોની ઊંડાણપૂર્વક જાણકારી મળશે અને આંતરરાષ્ટ્રીય આર્થિક ગુનાઓ તેમજ તેનું ઈન્વેસ્ટીગેશન કેવી રીતે થાય છે તે જાણવાની તક મળશે. તેમણે ઉમેર્યું કે, જયારે તા. ૧ જુલાઈ સવારે રોજ સવારે આશ્રમરોડ વલ્લભસદનથી સરદાર પટેલ સ્થિત સંસ્થાના ભવન સુધી વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત સરકારનાં ગૃહસચિવ શ્રી બ્રિજેશ કુમાર ઝા, આઈપીએસ મુખ્ય મહેમાનપદે ઉપસ્થિત રહેશે. વોકેથોન બાદ અમદાવાદ બ્રાન્ચનાં પ્રાંગણમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયુ છે. તા.૧ લી જૂલાઇએ સીએ ડેના દિવસે  બ્રાન્ચનાં પ્રાંગણમાં ધ્વજારોહણ જીસીસીઆઈનાં પ્રેસિડેન્ટ સીએ દુર્ગેશ બુચનાં હસ્તે કરવામાં આવશે. આ ઉપરાંત વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, ઘરડાઘર અને અનાથાશ્રમની મુલાકાત જેવા કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે. અમારી બ્રાન્ચ ગુજરાત યુનિવર્સિટીની શેઠ દામોદરદાસ સ્કૂલ ઓફ કોમર્સમાં શરૂ થઈ રહેલા જીએસટી માટેનાં સર્ટિફિકેટ કોર્સમાં પણ ભાગ લેશે. અમદાવાદ બ્રાન્ચ દ્વારા ટેકનિકલ સહકાર પૂરો પાડવામાં આવ્યો છે.

 

         તો કેન્દ્રીય બજેટ જાહેર થાય તેના બીજા દિવસે તા.તા.૭ જુલાઈએ નવી દિલ્હી સ્થિત ડો. ગિરિશ આહુજા અમારા સભ્યોને કેન્દ્રીય બજેટ, ૨૦૧૯ પર વકતવ્ય આપશે. આ કાર્યક્રમમાં ૨૩૦૦થી વધુ સભ્યો ભાગ લેશે. એ પછી તા. ૮ જુલાઈનાં રોજ સિનિયર એડવોકેટ શ્રી સૌરભ સોપારકરનું કેન્દ્રીય બજેટ ૨૦૧૯ પર વ્યાખ્યાન યોજાશે, જેમાં ૧૦૦૦થી વધુ સભ્યો ભાગ લેશે. તો, તા. ૧૩ જુલાઈ ૨૦૧૯નાં રોજ જીએસટી અંગેની એક દિવસની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અજોડ છે. કારણકે તેમાં આઈસીએઆઈની છ બ્રાન્ચ આણંદ, ભાવનગર, ભુજ, ગાંધીધામ, જામનગર અને રાજકોટનાં કુલ ૧૦૦૦થી વધુ સભ્યો ભાગ લેશે.

(9:13 pm IST)