ગુજરાત
News of Saturday, 29th June 2019

સુરતના અડાજણમાં રશિયામાં નોકરી અપાવવાના બહાને બે ભાઈઓ પાસેથી 6.50 લાખ પડાવતા ચકચાર

સુરત:માં અડાજણના પાલનપુર જકાતનાકા પાસે રાજ ઓરીયનમાં ઓફિસ ધરાવતા પરિવારે રશિયામાં નોકરી અંગેની યુટયુબ ઉપર મૂકેલી જાહેરાત જોઈ તેમનો સંપર્ક કરનાર હિમાચલ પ્રદેશના જોડિયા ભાઈઓ પાસેથી નોકરી અપાવવાનું કહી રૂ.૬.૫૦ લાખ પડાવ્યા હતા. પરંતુ પરિવારે તેમને નોકરી નહીં અપાવતા આખરે બંને ભાઇઓ પૈકી એકે પરિવાર વિરુદ્ધ અડાજણ પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ હિમાચલ પ્રદેશના કાંગરાના લાહડુ ગામમાં રહેતા અને અગાઉ ડ્રાઈવર તરીકે કામ કરતાં ૩૧ વર્ષીય જોડિયા ભાઈઓ રાજીવ અને રાજુ વિક્રમસિંઘ નોકરીની શોધમાં હતા ત્યારે નવેમ્બર-૨૦૧૮માં રશિયામાં નોકરી અંગે યુ-ટયુબ પર જાહેરાત જોતા સંપુર્ક નંબરના આધારે સુરતના અડાજણ પાલનપુર જકાતનાકા હનીપેટલ રેસ્ટોરેન્ટની સામે રાજ ઓરીયનમાં દુકાન નં.૨૦૩ માં હ્યુમન રેસોર્સ ડેવલપમેન્ટમાં નામે ઓફિસ ધરાવતા રવિ રામનરેશ દ્વીવેદી, નરેશ અયોધ્યાપ્રસાદ દ્વીવેદી અને મીનાબેન રામનરેશ દ્વીવેદીનો ફોન પર સંપર્ક કરતા રશિયામાં ક્લિનરની નોકરી છે અને રૂા.૬.૫૦ લાખ ખર્ચ થશે તેમ કહેવાયું હતું. 

(5:40 pm IST)