ગુજરાત
News of Saturday, 29th June 2019

સુરતમાં 65 હજારની લાંચ લેવાના પ્રકરણમાં સીટી સર્વેયરની ધરપકડ

સુરત:ફુલપાડા ખાતેની વડીલોપાર્જીત મિલ્કતના નવા નંબર માટે સીટી સર્વેમાં નોંધણી કરવા વર્ષ અગાઉ અરજી કરનારને કામ પતાવી આપવા માટે રૂ.૬૫,૦૦૦ ની લાંચ લેવા ઉધના દરવાજા નજીક આવેલા સીટી સર્વેયરને એસીબીના છટકા અંગે જાણ થઈ ગઈ હતી. આથી તે ફરાર થઈ ગયા હતા. જોકે, એસીબીએ લાંચની માગણી અંગેનો કેસ નોંધી બાદમાં તેમની ધરપકડ કરી હતી.

એસીબીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના એક રહીશે ફુલપાડા - ૧ માં આવેલી વડીલોપાર્જીત મિલ્કતના નવા નંબર માટે સીટી સર્વેમાં નોંધણી કરવા માટે લગભગ એક વર્ષ અગાઉ સીટી સર્વેની કચેરીમાં અરજી કરી હતી. 

(5:40 pm IST)