ગુજરાત
News of Saturday, 29th June 2019

અમદાવાદના વસ્ત્રાપુરની એક હોટલમાં નશાની હાલતમાં પોલીસે આંઠ શખ્સોની રંગે હાથે ધરપકડ કરી

અમદાવાદ:વસ્ત્રાપુરમાં હોટેલમાં દારૂ પીને મસ્તી કરી રહેલા આઠ શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે તેમની કારની તપાસ કરતા અંદરથી દારૂની બોટલ મળી આવી હતી. મિત્રનો બર્થડે હોવાથી તેઓ હોટેલમાં એકઠા થયા હોવાનું પોલીસે જણાવ્યું હતું. વસ્ત્રાપુર પોલીસે આ અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત મુજબ વસ્ત્રાપુર પોલીસ 28 જૂનના રોજ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેમને માહિતી મળી હતી કે રાજપથ ક્લબની પાછળ બોગા રેસાની સામે કોઈ શખ્સ કારમાં દારૂનો જથ્થો લઈને આવ્યો છે. જેને આધારે પોલીસે તપાસ કરતા બોગા રોસાવાળા બિલ્ડીંગ નજીક પાર્ક કરેલી મહિન્દ્રા ટીયુવી કાર મળી આવી હતી.

(5:37 pm IST)