ગુજરાત
News of Saturday, 29th June 2019

અમદાવાદ:હોટેલમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 21 શકુનિઓની ધરપકડ કરી

અમદાવાદ:એક તરફ ભાજપ સરકાર દ્વારા દારુબંધીના દાવા કરીને દારૂ, જુગારની બદીને નેસ્ત નાબુદ કરવાના બણગા ફૂકવામાં આવી રહ્યા છે. તો બીજીતરફ એસજીહાઇવે પર આવેલી ભાજપના જ નેતા  ભવાન ભરવાડની ગોકુલ હોટેલમાં બેરોકટોક દારૂની મહેફીલ ચાલતી હતી, એટલુ જ નહી જુગાર પણ રમાતો હતો, સોલા પોલીસે દરોડો પાડીને દારૂની મહેફીલ માણતા અને જુગાર રમતા 21 લોકોને પકડી પાડયા હતા. પોલીસે ગોકુલ હોટેલમાં દરોડો પાડતાની સાથે દોડધામ મચી જવા પામી હતી, જેમાં રાજકીય વગનો ઉપયોગ કરીને કેટલાક લાગતા વળતા લોકોને છોડી મૂકાયા હોવાની પોલીસ બેડામાં ચર્ચા ચાલી રહી છે.

 

અમદાવાદમાં રથયાત્રા નજીક આવતા પોલીસ એલર્ટ બની ગઇ છે અને ઠેર ઠેર હોટેલ અને ગેસ્ટ હાઉસોમાં દરોડા પાડીને ચેકિંગ હાથ ધરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સોલા પોલીસને માહિતી મળી હતી કે એસજી હાઇવે પર ગોતા નજીક આવેલી ભાજપના નેતા ભવાન ભરવાડની ગોકુલ હોટેલમાં કેટલાક લોકો દ્વારા દારૂની મહેફીણ અને જુગાર રમી રહ્યા છે. 

(5:36 pm IST)