ગુજરાત
News of Saturday, 29th June 2019

સરકારી કર્મચારિયોમાં ફેલાઈ હર્ષની લાગણી : લાખો કર્મચારીઓનું ભથ્થુ 9 ટકાથી વધારીને 12 ટકા : નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈની જાહેરાત

ગુજરાત સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો

ગાંધીનગર, તા. ર૯ :  રાજયમાં  નાણાં ખાતાનો હેવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલે આજે ગુજરાત રાજયના લાખો સરકારી કર્મચારી જોગ લાભદાયી જાહેરાત કરી છે. રાજયના ૯.૬૧ લાખ સરકારી કર્મચારીના મોંઘવારી ભથ્થામાં ૩ ટકા વધારો કરવાની જાહેરાત કરી છે. હાલ કર્મચારીઓને 9 ટકા મોંદ્યવારી ભથ્થું મળી રહ્યું છે, મોંદ્યવારી ભથ્થાના વધારાને કારણે રાજયની તિજોરી પર ૧૦૭૧ કરોડનો બોજો પડશે. મોંદ્યવારી ભથ્થું જૂલાઈના પગારમાં એક સાથે ચૂકવામાં આવશે.

મંગળવારે ગુજરાત સરકારનું સામાન્ય બજેટ વિધાનસભામાં રજૂ થયા પૂર્વે નાણાંમંત્રી નીતિન પટેલે ગુજરાત સરકારના ૯ લાખ કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું ત્રણ ટકા વધારીને ૧2 ટકા સુધી કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. આ કર્મચારીઓમાં ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને પણ આવરી લેવામાં આવ્યા છે.

(11:15 pm IST)