ગુજરાત
News of Saturday, 29th June 2019

પ્રેમી સાથે પિતા જોઈ જતા સગીરાએ કુવામાં ઝંપલાવી જીવનલીલા સંકેલી

મોડાસાના મહાદેવપુરામાં બનાવથી અરેરાટી

મોડાસાના મહાદેવપુરા ગામે પ્રેમી સાથે વાતો કરતી સગીરાને પિતા જોઈ જતા મનમાં લાગી આવતા કુવામાં જંપલાવી આત્મહત્યા કરી લેતા પરિવારજનો આઘાતમાં સરી પડ્યા છે.

  આ આ અંગે મળતી વિગત  મુજબ મોડાસા તાલુકાના મહાદેવપુરા ગામે ગામની ૧૬ વર્ષીય સગીરા ગામના જ યુવકના પ્રેમમાં પડી હતી. બંને પ્રેમી-પંખીડા છુપાઈને એકબીજાને મળતા હતા. દાદા અને માતા સાથે ખેતરમાં કામકાજ અર્થે ગઈ હતી. સગીરાનો પ્રેમી મળવા ખેતરમાં પહોંચતા બંને ખેતરમાં વાતો કરતા હતા ત્યારે સમયે તેના પિતા ખેતરમાં આવી ચઢતા બંનેને વાતો કરતા જોઇ ગયા હતા. પિતાના જોઇ જવાથી સગીરા ગભરાઈ ગઇ અને મનમાં લાગી આવતા ખેતર નજીકમાં આવેલા કુવામાં ઝંપલાવી જિંદગી ટૂંકાવી દેતા ભારે ચકચાર મચી ગઇ છે.

 સગીરાએ કુવામાં કૂદી આત્મહત્યા કરી લેતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. મહાદેવપુરા જેવા નાના ગામમાં સગીરાની આત્મહત્યાના પગલે ભારે શોકની લાગણી ફેલાઈ હતી.

સમગ્ર ઘટના અંગે સગીરાના પિતાએ મોડાસા રૂરલ પોલીસને જાણ કરતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી સગીરાના મૃતદેહને પીએમ માટે મોકલી આપી સગીરાના પિતાની ફરિયાદના આધારે એ.ડી દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(1:49 pm IST)