ગુજરાત
News of Saturday, 29th June 2019

સોમવારથી દેશવ્યાપી જળશકિત અભિયાન : ગુજરાતના પ જિલ્લાને સ્થાન

અમદાવાદ, તા. ર૯ : ભારત સરકાર ૧ જુલાઇથી જળશકિત અભિયાનનો આરંભ કરશે.જેમાં ગુજારતાનાઙ્ગ પાંચ જિલ્લાનો સમાવેશ કરાયો છેઙ્ગ દેશના કુલ ૨૫૭ જિલ્લાઓમાં આ અભિયાન યોજાશે.જેમાંઙ્ગ ૨૩ જિલ્લાઓને આ અભિયાનની ખૂબ જ જરૂરિયાત છે.

ઙ્ગભારત સરકાર ૨૫૭ જિલ્લાઓને ૧ હજાર ૫૯૨ બ્લોકમાં વહેંચણી કરશે.ગુજરાત રાજયના કચ્છ, મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લાની પસંદગી કરાઇ છે. રાજયના પાંચ જિલ્લાને આ અભિયાન માટે ૩૦ બ્લોકમાં વહેંચી કરાઇ છે. આ અભિયાન ૩૦ સપ્ટેમ્બર સુદ્યી ચાલશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ રાજય સરકારે જળશકિત અભિયાન ચલાવ્યું હતું. તેમજ રાજયનાં જળાશયોને ઉંડા કરીને તેને વરસાદી પાણીનાં સંગ્રહ માટે મજબૂત બનાવાયા હતાં. અત્રે ઉલ્લેખનિય છે કે કેન્દ્ર સરકારે જળ સંસાધન મંત્રાલયનું નામ બદલીને જળ શકિત મંત્રાલય કર્યુ છે.

(11:26 am IST)