ગુજરાત
News of Saturday, 29th June 2019

સુરતમાં મિલકતમાં નામ દાખલ કરવા 65 હજારની લાંચ લેતા સીટી સર્વેયર આર સી મકવાણા ઝડપાયા

એક લાખની લાંચ માંગી હતી :એસીબીની ટ્રેપમાં રંગેહાથ સપડાયા

 

સુરત :મિલ્કતમાં નામ દાખલ કરવા માટે લાંચ લેતા સીટી સર્વેયર એસીબીની ટ્રેપમાં રંગેહાથ ઝડપાયા છે

  મળતી વિગત મુજબ સુરત સીટી સર્વેમાં ફરજ બજાવતા આર સી મકવાણા નામના અધિકારી પાસે શહેરના જાગૃત વ્યક્તિ પોતાની મિલકત નોંધણી કરવા માટે આવ્યા હતા. જેઓ એક વર્ષ પહેલા મિલકત નોંધણી કરાવવા માટે અરજી કરી હતી. મિલકતમાં નામ દાખલ કરવા માટે અધિકારીએ એક લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી.જોકે, જાગૃત નાગરીકે મિલકતમાં નામ દાખલ કરાવવાનું કામ 65,000 રૂપિયામાં નક્કી કર્યું હતું.

જાગૃત નાગરિકે અંગેની જાણ સુરત એસીબીને કરી હતી. જેના પગલે એસીબીના અધિકારીઓએ આર.સી. મકવાણાને રંગે હાથે પકડવા માટે છટકું ગોઠવ્યું હતું.

જાગૃત નાગરિક નક્કી કરેલી રકમ સાથે સીટી સર્વેની ઓફિસમાં આપવા માટે જાય છે ત્યારે આર.સી. મકવાણાને એસીબીની ટીમે રંગે હાથે ઝડપી લીધા હતા.

(10:12 pm IST)