ગુજરાત
News of Saturday, 29th June 2019

સુરતમાં ગાજવીજ સાથે વરસાદ :વીજળીના કડાકા ભડકાથી ત્રીજા માળેથી પટકાતા વેપારીનુ કરૂણમોત

ટોપ ફ્લોરમાં મજુર સાથે રીપેરીંગ માટે ગયેલ ભંવરલાલ વીજળીના કડાકા ભડાકા સાંભળી પટકાયા

સુરતમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. જેમાં વીજળીના કડાકાના અવાજથી ડરેલો એક વેપારી ત્રીજા માળેથી નીચે પટકાતા તેનું મોત નીપજ્યું હતું

  અંગે મળતી વિગત મુજબ મૂળ રાજસ્થાનના સાંસેરા જિલ્લાના ભવરલાલ કરિયાણાના વેપારી હતા. જેઓ ઘરમાં પાણી ટપકતું હોય ટોપ ફલોરમાં મજૂર સાથે રિપેરીંગ કરવા પહોંચ્યા હતા. તે સમયે વીજળીના કડાકા સાંભળીને વેપારી નીચે પટકાયા હતા. જે બાદ તેમને હોસ્પિટલ ખસેડાતા ડોકટરે તેને મૃત જાહેર કર્યા હતા

  સુરતમાં વિજળીનાં કડાકાથી ડરીને વેપારીનું મોત થવું તે આશ્ચર્યજનક ઘટના છે. વેપારીનાં મોતથી પરિવાર સહિતનાઓમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

(11:59 pm IST)