ગુજરાત
News of Saturday, 29th June 2019

અમદાવાદમાં ૨૦૦૯ના ઓઢવ લઠ્ઠાકાંડનો ચુકાદો રથયાત્રાના કારણે પોલીસ બંદોબસ્ત ન મળતા હવે ૬ઠ્ઠી જુલાઇએ

અમદાવાદ :ઓઢવ 2009 લઠ્ઠાકાંડનો કેસનો ચુકાદો સેસન્સ કોર્ટમાં ટળ્યો છે. રથયાત્રાને કારણે પોલીસ જાપ્તો મળવાથી કોર્ટ હવે 6 જુલાઈએ ચુકાદો આપશે. રયાત્રા હોવાથી કેદી જાપ્તો મળતા ચુકાદો હવે 6 જુલાઈના રોજ આવશે.

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં 9 જૂનના રોજ લઠ્ઠાકાંડની શરૂઆત થઈ હતી. તેના ત્રણ દિવસ સુધી સર્જાયેલા લઠ્ઠાકાંડમાં 123 લોકોના મોત થયા હતા અને લઠ્ઠાકાંડના કારણે 200 લોકોને શારીરિક નુકશાન થયું હતું. કેસમાં 33 થી વધુની ધરપકડ કરવામાં આવી હતી. કેસની સુનવણી દરમિયાન 650 જેટલા સાક્ષીઓની જુબાની લેવાની હતી. કેસમાં બંને પક્ષો વચ્ચે સુનવણી પૂર્ણ થઈ ચૂકી છે. ત્યારે આજે સેશન્સ જજ ડીપી મહિડા ચુકાદો આપવાના છે.

કેસમાં ક્રાઈમ બ્રાન્ચે વિનોદ ડગરી સહિત 33 લોકોની ધરપકડ કરી હતી અને સરકાર દ્વારા મામલે જસ્ટિસ કમલ મહેતાની તપાસ પંચ નીમવામાં આવી હતી. કેસમાં દારૂમાં કેમિકલ સપ્લાય કરનાર જયેશ ઠક્કર અને યોગેન્દ્ર ઉર્ફે દદુ છારા ફરાર થયા હતા, જેથી તેમના કેસ અલગ થયા હતા.

જજમેન્ટ બાદ થશે જજની બદલી

આજે સેશન્સ જજ ડીપી મહિડા ચુકાદો આપવાના છે. ત્યારે જજ ડીપી મહિડાની બદલી થવાની છે, પણ તેમની બદલી પર હાઇકોર્ટે રોક લગાવી છે. કેસમાં જજમેન્ટ આપ્યા બાદ જજ ડીપી મહીડાની બદલી થશે.

(4:49 pm IST)