ગુજરાત
News of Friday, 29th June 2018

અમદાવાદ ગેંગરેપની મહિલા આરોપી યામી નાયરને રાજકોટમાંથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવાઈ

અમદાવાદના ચકચારી ગેંગરેપની મહિલા આરોપીની ધરપકડ કરાઈ છે અમદાવાદમાં  22 વર્ષની યુવતી પર ગેંગરેપ કરવાના કેસની તપાસ મહિલા ક્રાઇમ બ્રાંચને સોંપાઈ છે કેસની તપાસ મહિલા

એડિશનલ ડીજીપી પન્ના મોમાયા કરશે.આ કેસ સાથે જોડાયેલ એક મહિલા આરોપી યુવતી યામી નાયરની રાજકોટથી ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.

  સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, યામીની નાયર રાજકોટથી મુંબઈ ભાગી જવાની ફિરાકમાં હતી.આ કેસમાં ફરાર રહેલા આરોપીઓની ધરપકડ કરવા માટે ક્રાઇમ બ્રાંચની ટીમો રવાના થઈ ગઈ છે. બીજી બાજુ પીડિત યુવતી પર દુષ્કર્મ કરનાર બે યુવકોની તસવીર સામે આવી છે. યુવતીએ ફરિયાદમાં જેનું નામ લખ્યું છે તે વૃષભ મારુ અને ગૌરવ મહાવીર દાલમિયાની તસવીરો સામે આવી છે.

  યુવતીએ ફરિયાદમાં જેમના નામ લખ્યા છે તે ગૌરવ અને વૃષભ મારુ હાલ ફરાર થઈ ગયા છે. ગઈકાલે ક્રાઇમ બ્રાંચે ગૌરવના પપ્પાના રિમાન્ડ લીધા હતા. તો વૃષભ રતલામ ગયો હોવાના સમાચાર મળી રહ્યા છે

 

(12:41 am IST)