ગુજરાત
News of Friday, 29th June 2018

દાંતીવાડા તાલુકા નજીક ભત્રીજાએ કાકાને માથાના ભાગે ધારિયું મારી મોતનેઘાટ ઉતાર્યા

દાંતીવાડા:તાલુકામાં ગુનાઓનું પ્રમાણ દિવસેને દિવસે વધતું જાય છે.  તાલુકામાં ટૂંકાગાળામાં હત્યાનો ચોથો બનાવ સામે આવ્યો છે.  તાલુકાના ભાખર મોટી ગામે ભત્રીજાએ જ કાકાને માથાના ભાગે ધારીયાના ઘા ઝીંકી હત્યા કરવાનો ચોથો બનાવ સામે આવ્યો છે. જેના લીધે હવે જાણે કુખ્યાત ગુનેગારો અને બુટલેગરોના મનમાંથી ખાખીનો ડર ઓસરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. દાંતીવાડા તાલુકાના ભાખર મોટી ગામે રહેતા મહિપતસિંહ શાંતુસિંહ વાઘેલાએ પોતાના કૌટુબિંક કાકા જેસળસિંહ ઉમેદસિંહ વાઘેલા પાસે રૃપિયાની માંગણી કરતા રૃપિયા આપવાની ના પાડતા આરોપીએ ગત બુધવારની રાત્રીએ કાકા સાથે ઝઘડો કર્યો હતો અને ગાળો બોલતા જે ઝઘડો વકરતા તેની ચરમસીમાએ પહોંચતા મહિપતસિંહ વાઘેલાએ તેના કૌટુંબીક કાકાના માથાના ભાગે પર ધારીયા જેવા તિક્ષ્ણ હથિયાર મારતા ઝઘડાને આખરી અંજામ આપતા પોતાના સગાકાકાનું ઢીમ ઢાળી દેવાનો પ્રયાસ કરી ત્યાંથી ભાગી છૂટયો હતો. જે બાદ કુટુંબના માણસો દોડી આવતા જેસળસિંહ વાઘેલાને ડીસા ખાતે સારવારઅર્થે ખસેડતા ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
 

(5:48 pm IST)