ગુજરાત
News of Friday, 29th June 2018

બ્લુ સ્ટાર વિસ્તારી ઈમ્યુનોબુસ્ટ ટેકનોલોજીઃ વોટર પ્યોરિફાયરની શ્રેણી

આવતા વર્ષ ગુજરાતમાં ૧૭૫ સ્ટોર્સનું લક્ષ્ય

 અમદાવાદઃ બ્લુ સ્ટાર લિમિટેડ આરઓ, યુવી, આરઓ + યુવી અને આરઓ + યુએફ ટેકનોલોજીસવાળા વિવિધ કિંમતમાં સ્ટાઈલીશ અને વિવિધતા ધરાવતા વોટર પ્યોરિફાયર્સ પ્રસ્તુત કર્યા છે. આ મોડેલમાં નૂતન અને અનોખી ઈમ્યેનોબુસ્ટ ટેકનોલોજી વાપરવામાં આવી છે. આ ટેકનોલોજી આલ્કલાઈન એન્ટિ ઓકસડન્ટ જળ પુરૃં પાડે છે જે શરીરની રોગપ્રતિકારક શકિત વધારે છે અને શરીરને તંદુરસ્ત રાખવામાં અને સુચારૃં રીતે કામ કરવામાં મદદ કરે છે. ઈમ્યુનોબુસ્ટ ટેકનોલોજી વડે શુદ્ધ થયેલું જળ આલ્કલાઈન ખનિજ અને હાઈડ્રોજનથી ભરપૂર છે જે મેટાબોલિઝમને સમતોલ રાખે છે. આ જળ શરીરને રોગ પ્રતિકારક શકિત વધારવાની સાથે તેને જરૂરી ખનિજ ઉમેરીને શુદ્ધ, ભરપૂર છે જે મેટાબોલિઝમને સમતોલ રાખે છે. આ જળ શરીરની રોગ પ્રતિકારક શકિત વધારવાની સાથે તેને જરૂરી ખનિજ ઉમેરીને શુદ્ધ, ભરપૂર તત્વથી પોષણ આપે છે. જેનાથી પીએચ બેલેન્સ વધે છે અને જળ ઝેરી તત્વોથી મુકત બને છે.

આ વર્ષે સ્થાપનાના ૭૫ વર્ષ પૂરા કરતી બ્લુસ્ટારે ઓકટોબર ૨૦૧૬માં વોટર પ્યોરિફાયર બિઝનેસમાં પ્રવેશી હતી. તેના વોટર કુલર્સ અને બોટલ્સ વોટર ડિસ્પેન્સર્સ જેવી પ્રોડકટ્સ બનાવતી બ્લુસ્ટારને પાણીની સાથે જૂનો નાતો છે. તેની ઓળખ મહત્વકાંક્ષી અને આધુનિક બ્રાન્ડ તરીકે પ્રસ્થાપિત થઈ છે.

(4:17 pm IST)