ગુજરાત
News of Friday, 29th June 2018

રાજ્યમાં સરેરાશ 7.42 ટકા વરસાદ: ઉત્તર ગુજરાતમાં 4.82 ટકા, સૌરાષ્ટ્રમાં1.81 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 7.49 ટકા અને દક્ષિણ ગુજરાત 13.28 ટકા વરસાદ

અમદાવાદ :હવામાન વિભાગ દ્વારા ઉતર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા,પાટણ,મહેસાણા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યના અનેક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડશે.

 રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 27 જિલ્લાના 92 તાલુકામાં વરસાદ નોંધાયો છે, એટલે 4.59 ટકા વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં જુન મહિનામાં અત્યાર સુધીનો રાજ્યમાં સરેરાશ 7.42 ટકા વરસાદ નોધાયો છે

  ઉત્તર ગુજરાતમાં સરેરાશ 4.82 ટકા વરસાદ થયો છે સૌરાષ્ટ્રમાં સરેરાશ 1.81 ટકા વરસાદ પડ્યો છે પૂર્વ-મધ્ય ગુજરાતમાં 7.49 ટકા વરસાદ વરસ્યો છે જયારે
દક્ષિણ ગુજરાત 13.28 ટકા વરસાદ થયો છે

(1:18 pm IST)