ગુજરાત
News of Friday, 29th June 2018

ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનના 51 આદિવાસી કામદારોએ આપી સામુહિક આત્મવિલોપનની ચીમકી

કોર્ટનો હુકમ છત્તા અધિકારીઓ અમલ નહીં કરતા લગતા વળગતા વિભાગને પત્ર લખીને ચીમકી ઉચ્ચારી

ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનમાં 30 વર્ષ પહેલાં ફરજ બજાવતા કામદારો તરફી કોર્ટ દ્વારા હુકમછતાં તેનો જીએસઈસીએલના અધિકારીઓ અમલ કરતા ન હોવાથી 51 જેટલા આદિવાસી કામદારોએ જિલ્લા કલેકટર, મુખ્યમંત્રી સહિત રાજય સરકારના લગભગ તમામ લાગતા વળગતા વિભાગને પત્ર લખી સામૂહિક આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે.

  આત્મવિલોપનની ચીમકી આપતા 51 જેટલા આદિવાસી કામદારોની સહીથી અપાયેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે , અમે 1989થી અમારા હક્કો અને અધિકારો માટે કોર્ટમાં લડી રહ્યાં છે. તેમાં વર્ષ 2007 અને વર્ષ 2017માં અમારા તરફી મજૂર કોર્ટ અને હાઈકોર્ટ દ્વારા હુકમો કરી દેવામાં આવ્યા છે. છતાં જીએસઈસીએલના આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતા અધિકારીઓ કોર્ટના હુકમનું પાલન કરતા નથી. 30 વર્ષની લાંબી ન્યાય માટેની અમારી લડતથી અમે આર્થિક અને માનસિક રીતે પાયમાલ થઈ ગયા છે.

અમારી જિંદગી ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનના અધિકારીઓએ ખતમ કરી નાંખી છે. અમારી જમીનો થર્મલ પાવર સ્ટેશન અને ઉકાઈ ડેમમાં ગઈ છે. અમારી જમીન પર થર્મલ પાવર સ્ટેશન બનાવવામાં આવ્યું હોવા છતાં અમને ન્યાય આપવામાં આવતો નથી. આદિવાસી વિરોધી માનસિકતાવાળા અધિકારીઓ અમને ન્યાય આપતા નથી. તેથી અમે આત્મવિલોપન કરવા મજબૂર બન્યા છે.

(12:26 pm IST)