ગુજરાત
News of Friday, 29th June 2018

બાવળા આરટીઓના આસી.ઇન્‍સ્‍પેકટર ર લાખની લાંચ લેતા એસીબીના સંકજામાં: ૬ લાખની માંગણી બાદ ૪ લાખમાં સમાધાન થયેલઃ એસીબી વડા કેશવકુમારના માર્ગદર્શનમાં વધુ એક મોટી સફળતા

રાજકોટઃ એક જાગ્રુત નાગરિકની ફરીયાદ આધારે ગાંધીનગર એસીબી પો.સ્‍ટે.ના પીઆઇ ડી.વી પ્રસાદે ગાંધીનગર એકમના  અધિક નિયામક જયદીપસિંહ જાડેજાના સુપરવીઝનમાં બાવળા (જી.અમદાવાદ)ના આરટીઓના આસી.ઇન્‍સ્‍પેકટર ઉમંગ રમેશચંદ્ર મહેતાને રૂપીયા રૂા.૨ લાખની લાંચ લેતા એસીબી છટકામાં આબાદ ઝડપી લીધા હતા.

અમદાવાદમાં ઇસ્‍કોન સાબર હોટલ  રોડ, બીએમ.ડબલ્‍યુ, શોરૂમની સામે, એસ.જી.હાઇવે પર ગોઠવાયેલ છટકા અંગે એસીબી સૂત્રોમાંથી સાંપડતી વિગત મુજબ આ કામના ફરીયાદીની ટ્રેલરો ગાંધીધામથી મહારાષ્‍ટ્ર મુંબઇ તરફ જતી હોય જેમાં આક્ષેપિતે  આ ટ્રેલરો રોકી સરકારી મેમો ન આપી પ્રથમ રૂા.૮૦૦૦ જે તે વખતે સ્‍વીકારી બાદમાં કુલ ૨૦ ટ્રેલરોના આવવા તથા જવા એમ બંને ફેરાના થઇ પ્રથમ એક સાઇડના ફેરા ના રૂા.૧૫૦૦૦ દીઠ નક્કી કરી રૂા.૬ લાખની લાંચની માંગણી કરેલ, બાદમાં રકઝક અંતે રૂા.૪ લાખમાં નક્કી કરી તે પેટે પ્રથમ રૂા.૨ લાખની માગણી કરી હતી, માંગણી મુજબની ૨ લાખની લાંચ  સ્‍વીકારતા  એસીબી છટકામાં આબાદ ઝડપાઇ ગયા હતા, આમ મોટા માથાઓ સામેની એસીબી વડા કેશવકુમારની ઝુંબેશમાં વધુ એક મોટો શિકાર થયો છે.

 

(9:22 pm IST)