ગુજરાત
News of Friday, 29th June 2018

પાલનપુરમાં મેઘરાજાની એન્ટ્રી :ઊંઝામાં ધોધમાર વરસાદ : અન્ડરબ્રીજમાં પાણી ભરાતા ટ્રક ફસાઈ

બનાસકાંઠા જિલ્લામાં અધિકરીઓને હેડક્વાર્ટર નહિ છોડવા આદેશ

 

મહેસાણા ;ઉત્તર ગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પાટણ જીલ્લામાં તંત્રને સજ્જ રહેવા આદેશ આપી દેવાયો છે  બનાસકાંઠા જીલ્લા કલેક્ટરે તકેદારીના ભાગરૂપે પરિપત્ર જાહેર કર્યો છે. કોઈ પણ અધિકારીને હેડક્વાર્ટર છોડવાનો આદેશ કર્યો છે

  આજે બનાસકાંઠાના પાલનપુરમાં મેઘરાજાની એન્ટ્રી થઈ હતી.શહેરભરમાં ઠંડક પ્રસરી ગઈ છે.જયારે મહેસાણાના ઊંઝામાં ધોધમાર વરસાદ પડ્યો છે. ઊંઝા શહેરમાં પ્રવેશતા મુખ્ય અન્ડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા છે. જેમાં એક ટ્રક ફસાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા અન્ડરબ્રિજને ખાલી કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. સમગ્ર મહેસાણા જીલ્લામાં ધીમીધારે વરસાદ શરૂ થતા ઠંડક પ્રસરી ગઈ છે. ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે.

(10:00 pm IST)