ગુજરાત
News of Friday, 29th June 2018

કાલથી મહામના એક્સપ્રેસ શરુ :અમદાવાદ અને રાજકોટને થશે ફાયદો

વીકલી ટ્રેન ઈન્દૌર-અમદાવાદ-વેરાવળના રુટ પર દોડશે:લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજન લીલીઝંડી બતાવશે

અમદાવાદ :ગુજરાતમાં નવી ટ્રેન દોડાવવાની વેસ્ટર્ન રેલવેએ જાહેરાત કરી છે. આવતીકાલથી લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજન દ્વારા મહામના એક્સપ્રેસને લીલીઝંડી બતાવાશે. મહામના એક્સપ્રેસ નામની આ વીકલી ટ્રેન ઈન્દૌર-અમદાવાદ-વેરાવળના રુટ પર દોડશે. આ ટ્રેન દર મંગળવારે ઈન્દૌરથી ઉપડશે અને બુધવારે વેરાવળ પહોંચશે અને તે જ ટ્રેન ગુરુવારે વેરાવળથી ઉપડી શુક્રવારે ઈન્દૌર પહોંચશે.

આ વીકલી ટ્રેન ગોધરા, અમદાવાદ, રાજકોટ સ્ટેશનની સાથે સાથે સુરેન્દ્રનગર, વાંકાનેર, દેવાસ, ઉજ્જૈન અને રતલામમાં ઉભી રહેશે. આમ રાજકોટ અને અમદાવાદને પણ સીધો ફાયદો થશે. આ વિકલી ટ્રેન મંગળવારે રાત્રે ૧૦.૨૫ વાગ્યે ટ્રેન ઈન્દૌરથી ઉપડશે અને બુધવારે સવારે ૮.૨૫ કલાકે અમદાવાદ પહોંચશે.

ટ્રેન બીજા દિવસે વેરાવળથી સવારે ૮.૪૫ કલાકે ઉપડશે અને સાંજે ૫.૪૦ કલાકે અમદાવાદ પહોંચશે. ગુરુવારે ૬ વાગ્યે અમદાવાદથી ટ્રેન ઉપડશે અને શુક્રવારે સવારે ૪.૪૫ કલાકે ઈન્દૌર પહોંચશે. ઈન્દૌર-જુનાગઢ પૂરી-ઈન્દૌર અને ઈન્દૌર-હૈદરાબાદ-ઈન્દનૌર હમસફર એક્સપ્રેસ બાદ વધુ એક ટ્રેન સેવા ઈન્દૌરથી શરુ થશે. ૧૬ કોચની આ ટ્રેનમાં ૭ સ્લીપર કો, બે  એસી-૩, એક એસી-૨ અને  નજરલ કોટ અને બે સીટીંગ કમ લગેજ કોચ હશે.

(12:56 am IST)