ગુજરાત
News of Friday, 29th June 2018

અંકલેશ્વર જીઆઇડીસી ડેપોમાં ડ્રાઇવર અને કંડકટર પીધેલા પકડાયા

અંકલેશ્વર જીઆઇડીસી ડેપોમાંથી ધુલીયા અમદાવાદ બસના ડ્રાઇવર અને કંડકટર નશો કરેલી હાલતમાં ઝડપાયા હતા. જેથી બંન્ને વિરુધ્ધ એસટી તંત્ર દ્વારા શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે બંન્નેની અટકાયત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

(1:21 am IST)