ગુજરાત
News of Sunday, 29th May 2022

ચિત્રાવાડી ગામે નજીવી બાબતે તકરાર થતાં લાકડીના સપાટા મારતા ઇજા: ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ચિત્રાવાડી ગામમાં નજીવી બાબતે ઝગડો થતાં લાકડીના સપાટા મારી ઇજા કરનાર ત્રણ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે
 મળતી માહિતી મુજબ રાહુલભાઈ છગનભાઈ વસાવા( રહે.ચિત્રાવાડી)ની ફરિયાદ મુજબ તેઓ ઘરે હાજર હતા તે વખતે કૌશીકભાઈ વિઠ્ઠલભાઈ વસાવા,વિજયભાઈ મનસુખભાઈ વસાવા તથા વિવેકભાઈ કૌશીકભાઈ વસાવાએ ઘરની બહાર જોરથી બુમો પાડતા હતા જેથી તેમને તમે કેમ બુમો પાડો છો તેમ કહેતા તેઓએ ગાળા ગાળી કરી મારા છોકરાને કેમ માર્યો તેમ કહી કૌશીકભાઈ વિઠ્ઠલભાઈ નાએ લાકડીનો એક સપાટો માથાના ભાગે મારી દેતા રાહુલભાઇ નીચે પડી ગયેલ અને ત્યારબાદ વિજયભાઈ મનસુખભાઈ વસાવા તથા વિવેકભાઈ કૌશીકભાઈ વસાવાનાએ ઢીકા પાટુનો મુઢ માર મારી ઇજા કરતા રાજપીપળા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે

(10:09 pm IST)