ગુજરાત
News of Sunday, 29th May 2022

રાજપીપળા ટેકરા ફળીયમાં જુગાર પર રેડ: રૂપિયા 6,350 સાથે એકને ઝડપી લીધો : બે વોન્ટેડ જાહેર

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા ટેકરા ફડીયા વિસ્તારમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરતા એક શખ્શ મુદ્દામાલ સાથે પકડાઈ ગયો હતો જ્યારે અન્ય બે શખ્સોને નાશી ગયા હતા
 મળતી માહિતી અનુસાર રાજપીપળા પોલીસે બાતમીના આધારે ટેકરા ફળિયા ભાથીજી મંદિરની ડેરી પાસે જુગાર પર રેડ કરતા શ્રવણ ઉર્ફે છોટુ બુધાભાઇ વસાવા( રહે. ટેકરા ફળીયા નવી પાણીની ટાંકી )એ ગે.કા હારજીતનો જુગાર રમી અંગ ઝડતીના રોકડ રૂપિયા ૧૦૦૦  તથા દાવ પરના રોકડ રૂપિયા ૩૫૦ તથા મોબાઈલ નંગ-૦૧ કિ.રૂ.૫૦૦૦ મળી કુલ્લ કિ.રૂ.૬૩૫૦ મુદ્દામાલ સાથે પકડાઈ જઇ તથા જીતુભાઈ શનુભાઈ વસાવા અને રીતેશભાઈ ઉર્ફ ચકો શંકરભાઈ વસાવા (બન્ને રહે- ટેકરા ફળીયા)  નાશી જતા તેમને વોન્ટેડ જાહેર કર્યા છે.

(10:06 pm IST)