ગુજરાત
News of Sunday, 29th May 2022

વિરારમાં આવેલ મનવેલ પાડા વિસ્તારમાં સંત નગરખાતે ફર્નિચરની દુકાનમા ભીષણ આગની ચપેટમાં

૮થી ૧૦ દુકાન આગમાં ખાખ થઇ ગઇ હતી: દુકાનોમાં લાકડાનું ફર્નિચર, રૂની ગાદીઓ સહિત અન્ય વસ્તુઓ બળીને ખાક : આ દુકાનો રસ્તાની બીજી તરફ રહેવાસી ઇમારતોથી દૂર હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.

અમદાવાદ :  વિરાર (ઇ)માં આવેલ મનવેલ પાડા વિસ્તારમાં સંત નગરખાતે ફર્નિચરની દુકાનમાં ભીષણ આગ લાગતા તેની ચપેટમાં આળેલ ૮થી ૧૦ દુકાન આગમાં ખાખ થઇ ગઇ હતી. આ દુકાનોમાં લાકડાનું ફર્નિચર, રૂની ગાદીઓ સહિત અન્ય વસ્તુઓ રાખવામાં આવી હતી. આ દુકાનો રસ્તાની બીજી તરફ રહેવાસી ઇમારતોથી  દૂર હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.

આગની આ ઘટનાની જાણ ફાયરબ્રિગેડને થતા ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા. આગ ભીષણ હોવાથી ફાયરબ્રિગેડના ૩૦ જવાનો અને ચાર ફાયર એન્જિનને આગ બુઝાવવાના કામમાં લેવામાં આવ્યા હતા. આઘની આ ઘટના શોર્ટ- સર્કિટને લીધે થઇ હોવાનું ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું.

આ સંદર્ભે વધુ વિગતાનુસાર આ તમામ દુકાનો ગેરકાયદે બનાવવામાં આવી હોઇ આ દુકાનોમાં અગ્નીસુરક્ષાની કોઇ યંત્રણા ઉપલબ્ધ નહોતી. આ દુકાનોમાં કોઇ મજૂર કે કારીગર રહેતા ન હોવાથી કોઇ જાનહાનિ થઇ નહોતી. આ સંદર્ભે એક સ્થાનિકે જણાવ્યું હતું કે પ્રથમ દુકાનના પાછળના ભાગમાં આગ લાગી હતી. જો કે અહીં ફર્નિચર સહિત આગ તરત પકડી લે તેવી વસ્તુઓ હોવાથી આગે ટુંક સમયમાં ભીષણ રૂપ પકડી લીધું હતું. આ ઘટનામાં ૮થી ૧૦ દુકાનો બળીને ખાખ થઇ ગઇ હતી.

(2:37 pm IST)