News of Sunday, 29th May 2022
અમદાવાદના સોલા બ્રીજ ઉપર રાતના અંધારામાં ઘરે પરત ફરતા દંપતીને અકસ્માત : દંપતીનુ કમકમાટીભર્યુ મોત
ચાંદખેડાના રહેવાસી દ્વારકેશભાઈ અને તેમના પત્ની જુલીબેન ટુવ્હીલર ઘરે આવવા નીકળ્યા હતા ત્યારે સોલા બ્રિજ પર એક સ્વીફ્ટ કારે તેમની ગાડીને ટક્કર મારતા દંપતી બ્રિજથી નીચે પટકાયુ હતું: સોલા સિવિલમાં દંપતીને સારવાર દરમિયાન બંનેના કરુણ મોત
અમદાવાદઃ અમદાવાદના સોલા બ્રીજ ઉપર રાતના અંધારામાં ઘરે પરત ફરતા દંપતીને અકસ્માત નડ્યો હતો, જેમાં દંપતીનુ કમકમાટીભર્યુ મોત નિપજ્યુ છે. ચાંદખેડાના રહેવાસી દંપતી દ્વારકેશભાઈ અને તેમના પત્ની જુલીબેન ટુવ્હીલર ઘરે આવવા નીકળ્યા હતા. સોલા બ્રિજ પર એક સ્વીફ્ટ કારે તેમની ગાડીને ટક્કર મારીહ તી. જેમાં દંપતી બ્રિજથી નીચે પટકાયુ હતું. સોલા સિવિલમાં દંપતીને સારવાર માટે ખસેડાયા હતા, બંનેના કરુણ મોત નિપજ્યા છે. ટ્રાફિક પોલીસે ઘટના સ્થળ પર પહોંચી કાર્યવાહી શરૂ કરી હતી.
(11:08 am IST)