ગુજરાત
News of Friday, 29th May 2020

સમસ્ત આદિવાસી સંગઠન નર્મદા દ્વારા આદિવાસીઓ માટે વનવાસી, વનબંધુ જેવા શબ્દ નો પ્રયોગ પાઠ્ય પુસ્તક માંથી દૂર કરવા આવેદન અપાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગુજરાતના વહીવટી તંત્રએ ભારતના બંધારણ,સુપ્રીમકોર્ટ ના ચુકાદા અને આદિવાસી સમાજ ની ઓળખને નજર અંદાજ કરી હોવા બાબતે સમસ્ત આદિવાસી સંગઠન નર્મદા એ નર્મદા કલેકટરને આવેદનપત્ર આપ્યું છે.
 આ આવેદન માં રજૂઆત કરવામાં આવી છે કે ધોરણ ૭ ના સમાજવિદ્યા વિષયમાં અને સરકારી રાહે આદિવાસી માટે "વનવાસી,વનબંધુ,ગીરીજન જેવા શબ્દો વપરાઈ રહ્યા છે.જેથી આ શબ્દોનો ઉપયોગ સરકારી રેકોર્ડ અને ધોરણ ૭ જેવા તમામ પાઠ્યપુસ્તકો માંથી મૂળ અસરથી દૂર કરવા તેમજ અન્ય કોઈ જગ્યાએ ઉપયોગ ના થાય તેવી સૂચના તમામ વિભાગ માટે બહાર પાડવામાં આવે તેવી માંગણી કરી હતી.તથા આ શબ્દોની જગ્યા પર આદિવાસી શબ્દ નો ઉપયોગ કરવાની માંગ કરી હતી.
  ધોરણ ૧૦ ના સામાજિક વિજ્ઞાનનાં પાઠ્યપુસ્તક માં ભીલી આદિવાસી પ્રજા અગ્નિ એશિયામાંથી આવી હોવાનુ જણાવાયુ છે, જે સત્ય થી વેગળું હોય તેને પણ પાઠ્યપુસ્તક માંથી દુર કરવાની માંગણી કરી હતી.અને આદિવાસી સમુદાય માટે આદિવાસી શબ્દ નો ઉપયોગ વહીવટીતંત્ર માં જાહેર વ્યવસ્થામાં કરવા માટે જરૂરી હુકમ કરી પરિપત્ર બહાર પાડવા ની માંગ સાથે સમસ્ત આદિવાસી સંગઠન,નર્મદા ના પ્રતીક વસાવા,નિસર્ગ વસાવા,વિજય વસાવા સહિત ના યુવાનો એ આવેદનપત્ર આપ્યું હતુ.

(7:36 pm IST)