ગુજરાત
News of Friday, 29th May 2020

દારૂની બાતમી કેમ આપી એમ કહી માજી સરપંચ ઉપર હુમલો

નર્મદાના નાંદોદ તાલુકાના વાઘેથા ગામની ઘટના : ૪-૫ શખ્સ ત્રાટક્યા : પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

રાજપીપળા, તા. ૨૯  : નર્મદા જિલ્લા પોલીસે લોકડાઉન દરમિયાન ઘણી જગ્યાએ બાતમીના આધારે રેડ કરી દેશી તથા વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે અને બુટલેગરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરી છે. ત્યારે નાંદોદ તાલુકાના વાઘેથા ગામમાં માજી સરપંચ પર ૪-૫ શખ્સોએ જીવલેણ હુમલો કર્યાે હતો અને એમણે હુમલો કરતા એમ જણાવ્યું હતું કે, તે દારૂની બાતમી કેમ પોલીસને આપી.

નાંદોદ તાલુકાનાં વાઘેથા ગ્રામ પંચાયતના માજી સરપંચ ચંદ્રકાન્ત મનસુખભાઈ વસાવા પોતાના ખેતરમાં બેઠા હતા એ દરમિયાન ગામના પ્રિતેશ દાવનજીભાઈ વસાવાએ અચાનક આવી હુમલો કર્યાે હતો. તેની સાથે અન્ય લોકોમાં વિરલ બચુભાઈ વસાવા, સુનિલ મહેન્દ્રભાઈ વસાવા, રેખાબેન મહેન્દ્રભાઈ વસાવા, ગિરીશ સોમાભાઈ વસાવાએ પણ એમને બેફામ ગાળો આપી હતી. હુમલો કર્યા બાદ તું પોલીસને દારૂ વેચવા અંગેની બાતમી આપે છે જેથી પોલીસ અમારા ઘરે તેમજ ગામમાં અવારનવાર આવી રેડ કરે છે. હવે પછી જો અમારી બાતમી આપીશ તો જાનથી મારી નાખીશું. તેવી ધમકી આપી ત્યાંથી જતા રહ્યાં હતાં. આ મામલે ચંદ્રકાન્ત મનસુખભાઈ વસાવાની ફરિયાદને આધારે આમલેથા પોલીસ મથકમાં પાંચ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

અગાઉ એક યુવાન

- મારા ભાણિયા માર્યો હતો

ચંદ્રકાન્ત વસાવાએ જણાવ્યું હતું કે, અગાઉ લોકડાઉનમાં બર્થ ડે પાર્ટી મનાવતા નવ લોકો વિરુદ્ધ ગુનો દાખલ થયો ત્યારે એ બાતમી અમે આપી હોવાનો આ લોકોએ આપેક્ષ લગાવ્યો હતો અને ગામમાં તેઓ એવી વાતો કરતા હતાં કે અમને મારવા પડશે. હું વાઘેથા પંચાયતમાં ભ્રષ્ટાચાર મામલે જે લડત લડી રહ્યો છું.

(10:14 pm IST)